16 વર્ષની ઉંમરનો છોકરો યૂ-ટયૂબ પર શીખ્યો કરન્સી ટ્રેડિંગ, કમાય છે લાખો રૂપિયા

પ્રતિકાત્મક તસવીર

બ્રિટેનમાં રહેવાવાળા 16 વર્ષના એક છોકરાએ યૂ-ટયૂબ વીડિયો જોઈને કરન્સી ટ્રેડિંગ શીખી છે. આ છોકરાનું નામ એડવર્ડ રિકેટસ છે. તે પણ સ્કુલના બાળકોની જેમ ફુટબોલ રમવાનું અને યૂ-ટયૂબ પર વીડિયો જોવાનું પસંદ કરે છે.

કરન્સી ટ્રેડિંગમાં એડવર્ડે 8 મહિનામાં 150 પાઉન્ડના (13 હજાર રૂપિયા) રોકાણથી 61 હજાર પાઉન્ડ(55 લાખ રૂપિયા) કમાઈ લીધા છે. ટ્રેડિંગને લઈને તેનું આકર્ષણ એક ઈન્સ્ટ્રાગ્રામ યુજરની લાઈફ સ્ટાઈલ જોઈને વધ્યુ. તે ઈન્સ્ટ્રાગ્રામ યુજર કરન્સી ટ્રેડિંગ કરે છે અને તેની મોંઘી ગાડીઓ અને કપડાના ફોટો પોસ્ટ કરે છે.

 

READ  આ દેશો આપી રહ્યાં છે તેમના દેશની નાગરિકતા, માત્ર કરવું પડશે આ કામ!

એડવર્ડે જ્યારે તે યુઝરને ટ્રેડિંગ વિશે પુછયુ તો જવાબ આપ્યો કે એક સારી જગ્યાએથી ટ્રેડિંગનો કોર્સ કરે, ત્યારબાદ એડવર્ડે ટ્રેડિંગ સંબંધિત વીડિયો યૂ-ટયૂબ પર 5 કલાક સુધી જોયા. એડવર્ડ તેના 2 ભાઈ અને પિતા સાથે રહે છે. તેને રજાઓમાં નોકરી કરીને 150 પાઉન્ડ કમાયા હતા.

એડવર્ડે કહ્યું કે તે નિયમિત રીતે કરન્સી ટ્રેડિંગથી જોડાયેલી ખબરો જોવે છે. તેની પાસે 100 ક્લાયન્ટ પણ છે. તે બજારની સ્થિતી પર સલાહ આપવા માટે 155 પાઉન્ડ (14 હજાર રૂપિયા) ફી પણ ક્લાયન્ટ પાસે વસૂલે છે. એડવર્ડે ટ્રેડિંગ વિશે તેમના પરિવારે કઈ કહ્યું નહોતુ પણ જ્યારે તેની પાસે કમાણી થઈ ત્યારે તેમના પિતાને જણાવ્યું હતુ.

READ  ભારતના એક મોટા ઉદ્યોગપતિના જમાઈને મળ્યું બ્રિટિશ સરકારની નવી કેબિનેટમાં સ્થાન

એડવર્ડે કહ્યું કે તે તેના કમાયેલા પૈસાથી પ્રોપર્ટી માર્કેટમાં કોરીડોર બનાવવા માગે છે. જેના માટે કે અત્યારથી બચત પણ કરી રહ્યો છે. અત્યારે હાલમાં તેને કમાયેલા પૈસાથી વોલેટ અને કેટલાક જોડી પગરખાં ખરીદ્યા છે. તે ભવિષ્યમાં તે મર્સિડીઝ ગાડી ખરીદવા ઈચ્છે છે, જે તેને ઈન્સ્ટાગ્રામના યુજરની પાસે જોઈ હતી. જેને જોઈને એડવર્ડ ટ્રેડિંગ તરફ આકર્ષિત થયો હતો.

READ  અમદાવાદના 608 વર્ષના ઇતિહાસમાં મુસ્લિમોએ હિન્દુઓને લઈને પહેલી વાર એવું કર્યું કામ કે જેને હિન્દુસ્તાન થઈ જશે ખુશ અને પાકિસ્તાનને થઈ જશે ઈર્ષ્યા

 

Top 9 Metro News Of The Day : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments