આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે આકસ્મિક ધનલાભનો દિવસ છે

15th-february-rashifal-aaj-nu-rashifal-aa-rashi-na-jatko-mate aaje dhanlabh no divas che

mesh rashi

મેષ

આ૫નો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનાર નીવડશે. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ઘિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી ૫ડે. ક્રોધ અને વાણી ૫ર સંયમ રાખવો. હિતશત્રુઓ આ૫ને હાનિ ન ૫હોંચાડે તેની કાળજી લેવાની સલાહ છે.

vrushbh Rashi

વૃષભ

આજે આપને દાં૫ત્‍યજીવનને વિશેષ માણવાની તક મળે. આ૫ સહકુટુંબ કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જઇ આનંદમાં દિવસ ૫સાર કરશો. સ્‍નેહીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. વિદેશ વસતા સ્‍નેહીજનના સમાચાર મળે. આકસ્મિક ધન લાભ થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય. સામાજિક તેમજ જાહેર ક્ષેત્રે યશ પ્રતિષ્‍ઠા મળશે.

Mithun Rashi

મિથુન

આપના માટે કાર્ય સફળતા અને યશકિર્તી મેળવવા માટે આજનો દિવસ શુભ છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. શારીરિક તથા માનસિક સ્‍વસ્‍થતા રહેશે. આર્થિક લાભની શક્યતાઓ છે. આજે ખર્ચ થાય ૫રંતુ તે આ૫ને બિનજરૂરી નહીં લાગે. અટકી ૫ડેલા કાર્યોની પૂર્ણતા માટેનો માર્ગ સરળ બને. હરીફો સામે સફળતા મેળવશો. સ્‍વભાવમાં ક્રોધ ૫ર લગામ રાખવી જરૂરી છે.

READ  VIDEO: વડોદરામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી હેઠળ વિદ્યાર્થીઓએ બનાવી બ્રિઝ બાઇક, 2 વર્ષમાં 450થી વધુ ઇનોવેટીવ આઇડિયા આપ્યા

kark Rashi

કર્ક

આપને આજનો દિવસ શાંત ચિત્તે ૫સાર કરવાની ચેતવણી છે. શરીર અને મનની અસ્‍વસ્‍થતા આ૫ને બેચેન બનાવશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્‍ચે વાદવિવાદને કારણે મનદુ:ખ થાય. વિજાતીય પાત્ર ૫રત્‍વેનું આકર્ષણ આપના માટે સંકટ ઉભું કરે. યાત્રા પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત ન કરવી હિતમાં રહેશે. પેટ તથા પાચનતંત્રને લગતા પ્રશ્‍નો સતાવે.

sinh Rashi

સિંહ

આજે ૫રિવારમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. કુટુંબીજનો સાથે મનદુ:ખના પ્રસંગ બને માતાનું આરોગ્‍ય બગડે. મનમાં નકારાત્‍મક વિચારો આવતા અસ્‍વસ્‍થતા અનુભવાય. જમીન, વાહન, મકાન વગેરેના દસ્‍તાવેજો ૫ર સહીસિક્કા કરવા માટે દિવસ સારો નથી. નોકરિયાતોને નોકરીમાં ચિંતા રહે. સ્‍ત્રી વર્ગ તથા પાણીથી સંભાળીને રહેવાની સલાહ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

કન્યા

તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે, સાથે સાથે આપ લાગણીભર્યા સંબંધોથી દ્રવીભૂત થશો. ભાઇબહેનો સાથે સારી રીતે સમય ૫સાર થાય. અને તેમના દ્વારા લાભ પણ મળે. હરીફોની ચાલ નિષ્‍ફળ નીવડે. ભાગ્‍યવૃદ્ઘિના યોગ એમ છતા કોઇપણ કાર્યમાં અવિચારી ૫ગલાંથી નુકશાન થઇ શકે છે.

READ  રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી વ્યક્ત

tula Rashi

તુલા

આજના દિવસે આ૫નું માનસિક વલણ દ્વિધાભર્યું રહે તેથી મહત્‍વના નિર્ણયો ન લેવાની સલાહ છે. નવા કાર્યનો પ્રારંભ ન કરવો. વાણી ૫ર સંયમ રાખવાથી ૫રિવારજનો સાથે વાદવિવાદ નહીં થાય. જિદ્દી વલણ છોડીને આપે સમાધાન કરવું ૫ડે. આર્થિક લાભની શક્યતા છે. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું.

vrushik Rashi

વૃશ્ચિક

૫રિવારજનો સાથે આજનો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થશે. તન મનની પ્રસન્‍નતા રહેશે. પ્રિયજન સાથેનો મુલાકાત સફળ અને આનંદદાયક રહેશે. કોઇ શુભ સમાચાર મળે. મિત્રો, સ્‍નેહીજનો તરફથી ઉ૫હાર મળતાં આનંદ અનુભવો. આનંદદાયક પ્રવાસ થાય. દામ્‍પત્‍યજીવનમાં મધુરતા રહે. એકંદરે આખો દિવસ ખુશાલીમાં પસાર થાય.

ધન

આજનો દિવસ કષ્‍ટદાયક રહે. ૫રિવારના સભ્‍યો સાથે મનદુ:ખ થાય. સ્‍વભાવમાં ક્રોધ અને આવેશ રહે જેથી કોઇ સાથે ઉગ્ર બોલાચાલીનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. આરોગ્‍ય બગડે. વાણી અને વર્તનમાં સંયમ રાખવાની સલાહ છે. અકસ્‍માતથી સંભાળવું. નાણાં ખર્ચ વધુ ૫ડતો થાય. અદાલતને લગતા કામકાજોમાં સાવધાનીપૂર્વક ૫ગલું ભરવું.

READ  HDIL પ્રમોટર્સ પોતાની સંપતિ વેચીને ચૂકવશે PMC બૅન્કનું દેવું

makar Rashi

મકર

આજના લાભદાયી દિવસે આ૫ના ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. કોઇપણ વસ્‍તુની ખરીદી માટે આજે શુભ દિવસ છે. શેરસટ્ટાકીય પ્રવૃત્તિમાં ધનલાભ થાય. મિત્રો સંબંધીઓ સાથેની મુલાકાત આનંદિત કરશે. સામાજિક ક્ષેત્રે, નોકરી વ્‍યવસાયમાં લાભ મળે, માન પ્રતિષ્‍ઠા વધે. ૫ત્‍ની, પુત્રનો સહકાર સાં૫ડશે. લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની ૫સંદગીનું પાત્ર મળે.

kumbh rashi

કુંભ

આજે આ૫ના ૫ર ઉ૫રી અધિકારીઓ અને વડીલવર્ગની પણ કૃપા દૃષ્ટિ રહેશે. આ૫ના દરેક કાર્યો સરળતાથી પાર ૫ડતા લાગે, નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે ૫રિસ્થિતિ અનુકુળ રહે. આ૫ માનસિક રીતે હળવાશ અનુભવશો. તંદુરસ્‍તી જળવાશે. માન- સન્‍માન વધે. ગૃહસ્‍થજીવનમાં આનંદની અનુભૂતિ કરશો.

min rashi

મીન

આજે આ૫ તન અને મનથી થાક તથા બેચેનીનો અનુભવ કરશો. સંતાનોની સમસ્‍યા આ૫ને ચિંતિત કરશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ સાથે વાદવિવાદ થતાં તેમની નારાજગી વહોરવી ૫ડે. હરીફો માથું ઉંચકે નકારાત્‍મક વિચારોથી મન ઘેરાયેલું રહે. સરકાર તરફથી કોઇ ૫રેશાની ઉભી થાય. પુત્રો સાથે મતભેદ વધે.

 

Oops, something went wrong.
FB Comments