ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા વધીને 175 થઈ, અમદાવાદમાં 83 કેસ નોંધાયા

175 patients of Corona virus in Gujarat, 83 patients in Ahmedabad

આજે રાજ્યમાં 10 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે તેમાંથી  2 લોકોએ જીવ ગુમાવ્યો છે.  સાજા થઈને ઘરે ગયા હોય એવા 2 કેસ છે.  કુલ 175 કેસ ગુજરાતમાં થઈ ગયા છે.  4 દર્દી વેન્ટિલેટર પર છે. 126ની તબિયત સ્થિર છે એવું સરકાર કહીં રહી છે.  જ્યારે સુરત અને પાટણમાં મોત કોરોનાના દર્દીના મોત થયા છે.    અત્યાર સુધી 15 લોકોએ રાજ્યમાં કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.  અમદાવાદમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 83 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બિઝનેસમેન બિલ ગેટ્સે વડાપ્રધાન મોદીને 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ'થી નવાજ્યા

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસ વધતાં તંત્ર હરકતમાં આવ્યું છે. એવા વિસ્તારો જ્યાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યાં તેને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.  આ સિવાય લોકો લોકડાઉનનો ભંગ ના કરે તે માટે આરપીએફની ટીમ પણ ઉતારવામાં આવી છે.  આ સિવાય તાત્કાલિક કેસ અંગે જાણકારી મેળવી શકાય તે માટે અમદાવાદમાં મોબાઈલ કોરોના વેન બનાવવામાં આવી છે અને કે તેમાં જ તપાસ માટે ડૉક્ટર્સ હાજર રહેશે.

READ  VIDEO: સુરત બસ સ્ટેન્ડમાં લોકોએ વતન જવા માટેના ફોર્મ જમા કરાવવા લગાવી લાંબી લાઈન

આ પણ વાંચો :   નિષ્ણાંતો અને રાજ્યોની અપીલ બાદ લોકડાઉન અંગે સરકાર લઈ શકે આ નિર્ણય

ગુજરાતમાં ક્યાં જિલ્લામાં કેટલાં કોરોના પોઝિટિવ કેસ? 

gujarat ma corona virus na ketla case aavya same

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ છે. ગુજરાતમાં કુલ 175 કેસ નોંધાયા છે અને તેમાં અમદાવાદના 83 કેસ છે. સુરતમાં 22 કેસ નોંધાયા તો ભાવનગરમાં કોરોના વાઈરસના 14 દર્દીઓ છે. ગાંધીનગરમાં 13 કેસ, રાજકોટમાં 11 કેસ જ્યારે પાટણમાં 5 કેસ નોંધાયા છે.  વડોદરામાં 12 કેસ, કચ્છમાં 2 કેસ, મોરબીમાં 1 કેસ, આણંદમાં 1 કેસ, છોટા ઉદેપુરમાં 1 કેસ, સાબરકાંઠામાં 1 કેસ તો મહેસાણામાં પણ 2 કેસ નોંધાયા છે.

READ  એક ગુજરાતીએ લંડનમાં કોરોનાને લઈ ભયંકર સ્થિતિનો ચિતાર રજૂ કર્યો, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments