આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિ: રાજ્યમાં વધુ 176 કોરોના પોઝિટિવ કેસ સાથે આંકડો પહોચ્યો 1272 પર

176 new COVID 19 positive cases reported in Gujarat 143 in Ahmedabad

રાજ્યમાં કોરોનાનો થયો છે વિસ્ફોટ. મોત અને કેસનો આંકડો કૂદકેને ભૂસકે વધવા લાગ્યો છે. ગઈકાલે સાંજ બાદ નવા 176 કેસ અને 7 લોકોનાં મોત થયા છે. આ સાથે જ પોઝિટિવ કેસનો આંકડો 1276 અને મોતનો આંકડો 41થી વધીને 48 થઈ ગયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 143, વડોદરા અને સુરતમાં 13-13 કેસ નોંધાયા છે.

READ  Demonetisation : Vadodara Youth congress workers block National Highway-8 ,2 km traffic jam - Tv9

આ પણ વાંચો: VIDEO: સુરતમાં શાકભાજી વેચતા પતિ-પત્નિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, શાકભાજીના વિક્રેતાઓનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

મોતની વાત કરીએ તો અમદાવાદની ચાર, સુરતની એક મહિલા, અરવલ્લીની એક મહિલા અને વડોદરાના 60 વર્ષના પુરૂષનું સારવાર દરમિયાન મોત થયું છે. ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે. ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments