અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ મોડી પડવાનો સિલસિલો યથાવત, એક મહિનાથી આ રુટની ફ્લાઈટો પડી રહી છે મોડી

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઓપરેટ થનારી ફલાઈટમાં હજી પણ અવ્યવસ્થા સર્જાઈ રહી છે જેના લીધે મુસાફરોને તકલીફ પડે છે. અમદાવાદથી ઓપરેટ થનારી 14 જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટ મોડી પડી છે. 4 ઈન્ટરનેશનલ ફલાઈટ પણ મોડી પડવાના કારણે વિદેશોમાં સફર કરાનારા મુસાફરોનું શિડ્યુલ ખોરવાઈ જાય છે. લોકોને ફ્લાઈટ મોડી પડવાના કારણે 40 મિનિટથી લઈને 3 કલાક સુધી એરપોર્ટ પર જ બેસી રહેવું પડે છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી ધમકી, કહ્યું કે ‘જો લડાઈ થઈ તો અમેરિકા તબાહી મચાવી નાખશે’

આ માત્ર એક જ દિવસની સમસ્યા નથી પણ અમદાવાદ એરપોર્ટ પર સતત એક મહિનાથી ફ્લાઈટ મોડી પડવાનો સિલસીલો યથાવત છે. જો ડોમેસ્ટિક ફલાઈટની વાત કરીએ તો તેમાં પુણે, દિલ્હી, હૈદરાબાદ જતી ફલાઈટો મોડી પડી છે અને ઈન્ટરનેશનલ ફલાઈટની વાત કરીએ તો તેમાં સિંગાપોર અને દુબઈ તરફ મુસાફરી કરનારા લોકોને કલાકો સુધી એરપોર્ટ પર જ વિતાવવા પડી રહ્યાં છે.

 

 

 

 

FB Comments

TV9 WebDesk8

Read Previous

તુલસીના ફાયદાઓ વિશે નથી ખબર તો જાણી લો, આ રોગ માટે અકસીર ઈલાજ છે તુલસી

Read Next

એગ્ઝિટ પોલમાં મોદી સરકારના આગમનના અનુમાનથી શેરબજારમાં બંપર ઉછાળો

WhatsApp પર સમાચાર