18 વર્ષમાં પ્રથમ વખત, રાત્રે 12 વાગ્યા સુધી કેમ લોકસભામાં ચાલી ચર્ચાઓ?

લોકસભાની કાર્યવાહી છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી છે પણ ગઈ કાલે લોકસભામાં જે જોવા મળ્યુ તે છેલ્લા 18 વર્ષમાં જોવા મળ્યું નથી. લોકસભામાં રેલવેની ગ્રાન્ટ પર ચર્ચા મોડી રાત લગભગ 12 વાગ્યા સુધી ચાલી હતી. તે દરમિયાન સંસદમાં ઘણા વિપક્ષી સાંસદ પણ હાજર રહ્યા.

સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ લોકસભા રાત્રે 12 વાગ્યા સુધી ચલાવવા માટેની આ પહેલ માટે લોકસભા અધ્યક્ષનો આભાર માન્યો હતો. તેમને કહ્યું કે 18 વર્ષમાં પ્રથમ વખત ગૃહમાં મોડી રાત સુધી ચર્ચા થઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ડાકોર મંદિરમાં પ્રથમ વખત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ મંદિર પરિસરમાં ધૂળેટી રમી

અડધી રાત સુધી સંસદની કાર્યવાહી ચાલવા પર રેલવે રાજ્યમંત્રી સુરેશ ચન્નબસપ્પા અંગદીએ કહ્યું કે રેલવે એક પરિવારની જેમ છે. જે બધાને એક સાથે લઈને ચાલે છે અને સંતુષ્ટ કરે છે. બધા જ સભ્યોએ રેલવેને લઈને ખુબ સારી સલાહો આપી. જ્યારેથી મોદી સરકાર સત્તામાં આવી છે રેલવે બદલાઈ ગયું છે. જેમ વાજપેયી જીએ રોડ-રસ્તા માટે કર્યુ, તે જ રીતે વડાપ્રધાન મોદી રેલવે માટે કરી રહ્યા છે.

READ  ભાજપે લોકોના 'દિલ અને દિમાગ'માં સ્ટ્રાઈક કરીને મત મેળવવા માટે બનાવી રણનીતિ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સંસદમાં મોડી રાત સુધી ચાલેલી આ કાર્યવાહીમાં સરકાર અને વિપક્ષ ઘણા મુદ્દા પર આમને-સામને જોવા મળ્યા. રેલવેને લઈને લાંબી ચર્ચા દરમિયાન વિપક્ષે સરકાર પર રેલવેના ખાનગીકરણનો આરોપ લગાવ્યો. વિપક્ષે કહ્યું કે સરકાર રેલવેને ખાનગીકરણના રસ્તે લઈ જઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  કાંધલે કહ્યુ મે મત આપ્યો, કોને ? એ ના કહ્યું.

સરકારે મોટા વાયદા કરવાની જગ્યાએ સારી સુવિધાઓ અને જવાબદારી નક્કી કરવા માટે કહેવામાં આવ્યુ છે. તેની પર સરકારે કહ્યું કે રેલવે રોજ ઘણી સિદ્ધીઓ મેળવી રહી છે. છેલ્લા 5 વર્ષમાં ઘણા સ્તર પર સુધારા થયા છે.

આ પણ વાંચો: વિશ્વ કપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ બંનેમાંથી કોઈ પણ ટીમ જીતે, બદલાશે 23 વર્ષ જુનો આ ઈતિહાસ

 

Oops, something went wrong.
FB Comments