જયારે રસ્સીખેંચની રમત રમતાજ વિદ્યાર્થીનું થયું મોત, જુઓ VIDEO

મોત ક્યારે અને કેવા સંજોગોમાં આવે તેની કોઈને ખબર નથી હોતીમુંબઈમાં એક એવી ઘટના બની જેમાં એક વિદ્યાર્થીનું રમતાંરમતાં મેદાન પર જ મોત નિપજ્યું. વાત છે મહારાષ્ટ્રના સાયનની KJ સોમૈયા કોલેજની જ્યાં જબીન સની નામનો એક વિદ્યાર્થી તેના મિત્રો સાથે મેદાનમાં રસ્સાખેંચ રમી રહ્યો હતો અને રમતી વેળા જ જબીન મેદાનમાં ઢળી પડ્યો. અન્ય વિદ્યાર્થીઓ આ જોઈને ગભરાઈ ગયા અને તેને ઉઠાડવાની કોશિષ કરવા લાગ્યા પણ ત્યાં સુધીમાં જબીનનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું . જો કે જુબીનની મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

READ  ગુજરાતની રાજનીતિમાં દિગ્ગજ નેતા શંકર ચૌધરીના શત્રુ કોણ, અલ્પેશ ઠાકોરને ટિકિટ મળી તો શંકર ચૌધરીને કેમ નહીં?

જુઓ વીડિયો :

આ પહેલા પણ પૂણેમાં  કબડ્ડીના એક ખેલાડી સાથે આવું જ કંઈક બન્યું હતું. પુણેના શિક્રારપુરમાં આવેલી નવોદય વિદ્યાલયના સાતમા ધોરણમાં ભણતો ગૌરવ વેતાળ તેના મિત્રો સાથે કબડ્ડી રમી રહ્યો હતો.. કબડ્ડીના ખેલમાં તેને અચાનક ચક્કર આવ્યા અને તે જમીન પર ઢળી પડ્યો.. તેના મિત્રોને કંઈ ખબર પડી નહીંપહેલાં તો તેમને લાગ્યું કે ચક્કર આવ્યા હશે, પરંતુ જ્યારે ગૌરવ બેભાન થઈ ગયો ત્યારે શાળાના શિક્ષકોએ તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કર્યોજોકે ત્યાં સુધીમાં ગૌરવનું મોત થઇ ગયું હતું.

READ  ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પીવાના શુદ્ધ પાણીની માગ સાથે આમરણાંત ઉપવાસ પર બેસ્યા, ડૉક્ટરોએ કહ્યું શુગર લેવલ વધુ છે

 

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments