સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની પ્રથમ મેચમાં કચ્છ વોરિયર્સની સામે હાલાર હિરોઝનો 24 રને વિજય

રાજકોટમાં શરૂ થયેલી સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ (SPL)માં ગઈકાલની મેચ હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સની સામે રમાઈ હતી. જેમાં હાલાર હિરોઝનો 24 રને વિજય થયો છે.

આ મેચમાં હાલાર હિરોઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ ટીમમાં એઝાઝ કોઠારીયાએ 31 રન, વસાવડાએ 44 રન અને વિશ્વરાજ જાડેજાએ 35 રન ફટકારીને ટીમે કચ્છ વોરિયર્સને 148 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

 

READ  રાજકોટની APMCમાં તુવેરના મહત્તમ ભાવ રહ્યા રૂ.5350, જાણો જુદા-જુદા પાકોના ભાવ

જ્યારે કચ્છ વોરિયર્સની ટીમે શરૂઆત સારી કરી હતી. સ્નેલ પટેલે 32 રન અને બારોટે 35 રન કરી કુલ 67 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ ટીમ લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી અને 123 રન બનાવી શકી હતી.

આ પણ વાંચો: નીતા અંબાણીના ગુરૂનો ખુલાસો- આ ‘મંત્ર’એ મુંબઈ ઈન્ડિયન્સને બનાવી IPLમાં ચેમ્પિયન!

બોલિંગની વાત કરવામાં આવે તો વસાવડાએ 4 ઓવરમાં 15 રન આપીને કચ્છ વોરિયર્સની 3 વિકેટ લીધી હતી. જ્યારે કચ્છ વોરિયર્સના બોલર પાર્થ ભૂતે 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ લીધી તથા સુરેશ પડીયાચીએ 3 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ હાલાર હિરોઝની ઝડપી હતી.

READ  GUJARAT 20-20 : 22-12-2015 - Tv9 Gujarati

હાલાર હિરોઝના ઓલરરાઉન્ડર ખેલાડી અર્પિત વસાવડાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. આજે સોરઠ લાઈન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે મેચ શરૂ થશે. જેનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોટર્સ પર બતાવવામાં આવશે.

 

Oops, something went wrong.
FB Comments