VIDEO: નકલી ચલણી નોટો છાપતાં બે શખ્સો ઝડપાયા, 15 હજારથી વધુ રકમની સાથે કલર પ્રિન્ટર જપ્ત

2 arrested for printing fake currency notes in Navsari nakli chalni note chapta 2 shakhso jadpaya 15 hajar thi vadhu rakam ni sathe color printer japt

દેશનું અર્થતંત્ર આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, તેવા સમયે દેશની આર્થિક સ્થિતિને વધુ ડામાડોળ કરે તેવી ગતિવિધિ કરતા યુવાનો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પકડાયા છે. રેન્જ IGની ટીમે બાતમીના આધારે નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાર્શ કર્યો છે.

 

નવસારી પોલીસે નકલી ચલણી નોટો બનાવતા બે ઈસમોની ચોક્કસ બાતમીને આધારે ધરપકડ કરી છે. બંને આરોપીઓ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દભાડ વિસ્તારમાં રહેતા હતા અને પોતાના ઘરમાં કલર પ્રિન્ટરની મદદથી 500, 200 અને 100 રૂપિયાની નકલી નોટો છાપી બજારમાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat on maximum alert, security deployment in villages near Indo-Pak border - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે રેન્જ IGની ટીમે બંને આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે 15,500 રૂપિયાની નકલી નોટો સાથે પ્રિન્ટર મશીન જપ્ત કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સરકાર પર લાગી રહેલા આરોપ વચ્ચે વી કે સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, '250 આતંકીઓના મોતને અનુમાન જ રહેવા દો'

 

FB Comments