રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 સ્થળે સર્જાયેલા અકસ્માતોમાં 9 લોકો મોતને ભેટ્યા

2 bike riders died in multi vehicle collision in Kadi, Mehsana Surendranagar: 3 killed in accident on Limdi-Rajkot highway

રાજ્યમાં આજનો રવિવાર 9 લોકોને કાળ બનીને ભરખી ગયો. જુદા જુદા ચાર અકસ્માતોમાં ચાર લોકોનાં મોત થયા છે. તમામ લોકો માટે રવિવાર જાણે મોતનો રવિવાર બની ગયો. સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર કાર પલ્ટી જતાં 3નાં મોત થયા.

આ પણ વાંચોઃ LRD ભરતીમાં અમલી 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર મુદ્દે વિરોધ મામલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક

તો મહેસાણાના કડીના ઈરાના ગામ નજીક આઇસર, છોટાહાથી અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો. જેમાં બાઈકસવાર બેનાં મોત થયા. તો બારડોલીના ઉવા ગામે કાર કેનાલમાં ખાબકતાં બેનાં મોત થયા છે. જ્યારે રાજકોટમાં ભરૂડી પાસે 2 કાર વચ્ચેના અકસ્માતમાં બેનાં મોત અને 3ને ઈજા પહોંચી છે. આમ જુદા જુદા 4 સ્થળો પર સર્જાયેલા અકસ્માતોમાં 9 લોકો મોતને ભેટ્યા છે.

READ  Mumbai: Victim's boss, co-worker held for Malad acid attack - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments