2 ભાઈઓએ બૅંકની નોકરીઓ છોડીને ખેતીને બનાવ્યો પોતાનો વ્યવસાય, મહિને કમાય છે આટલા લાખ રૂપિયા

અત્યારે લોકો ખેતી છોડીને નોકરીઓ શોધી રહ્યા છે ત્યારે પુનાના 2 ભાઈઓએ પોતાની નોકરીઓ છોડીને ખેતીને પોતાનો વ્યવસાય બનાવ્યો છે.

બૅંકની સારી નોકરીઓ અને શહેરીજીવન છોડીને બંને ભાઈઓએ 6 વર્ષમાં ખેતીમાં સારૂ વળતર મેળવ્યુ છે. પહેલા 4 વર્ષમાં ખોટ સહન કર્યા પછી હવે તે મહિનાના 30 લાખ રૂપિયા કમાય છે. આ બંને ભાઈઓ સત્યજીત અને અજિંક્ય હેંજેએ 2 એકર જમીન પર ખેતીની શરૂઆત કરીને તેમના શોખને કમાવવાનો રસ્તો બનાવી દીધો છે.

 

બંને ભાઈઓએ પુનામાં કિન્ડરગાર્ટનથી MBA સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ બંને ભાઈઓને બૅંકોમાં નોકરી મળી ગઈ. સત્યજીત Citi Bankમાં અને અજિંક્ય HSBC Bankમાં કામ કરી રહ્યા હતા. નોકરી દરમિયાન બંને ભાઈઓ ગામમાં તેમની ખાલી પડેલી જમીનને જોવા ગયા.

તેમને શોખમાં જ શેરડી અને અન્ય ફળોની ખેતી કરવાની શરૂ કરી પણ બંને ભાઈઓને ખેતી કરવામાં રસ પડ્યો. ત્યારબાદ તેઓ માટી, ખાતર, બિયારણ અને ખેતીની અન્ય રીતો વિશેની જાણકારી મેળવતા રહ્યા.

ખેતી માટે છોડી દીધી નોકરી

બૅંકમાં નોકરી કરતા બંને ભાઈઓ 15 દિવસમાં 2 દિવસ તેમના ગામમાં આવતા હતા અને ઓર્ગેનીક ખેતી કરતા હતા. 2-3 વર્ષ પછી તેમને 2011-12માં તેમની નોકરીઓ છોડી દીધી અને શહેર છોડીને તેમના ગામમાં આવીને ખેતી કરવા લાગ્યા.

તેમના પિતા આ નિર્ણયથી વિરૂધ્ધ હતા, કારણ કે તેમને લાગતુ હતુ કે આટલા અભ્યાસ પછી ખેતી કરવી મુર્ખામી ગણાશે. તે છતા બંને ભાઈઓએ 15 લાખ રૂપિયા ખર્ચ કરીને તેમની 2 એકર જમીન પર અલગ અલગ પ્રકારના પાક ઉગાડવાની શરૂઆત કરી અને તેને સ્થાનિક બજાર વેચવા લાગ્યા.

 

Surat Fire Tragedy: Court grants 2-day remand to Bhargav Butani (owner of coaching class)- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

કરણ જોહરની આગામી ફિલ્મ ‘Student of the Year 2’ માં આ હોલિવુડ અભિનેતા નજરે પડી શકે

Read Next

દુનિયાના સૌથી મોટા વિમાને ભરી પહેલી ઉડાન

WhatsApp chat