મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિરુદ્ધ સિંચાઈ કૌભાંડનો કેસ બંધ કરવામાં આવ્યો!

મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિરુદ્ધ સિંચાઈ કૌભાંડનો કેસ બંધ કરવામાં આવ્યો છે તેવી ચર્ચા સામે આવી છે. જો કે, આ વાતની કોઈ આધિકારીક જાણકારી સામે આવી નથી. સિંચાઈ કૌભાંડ સંબંધિત 3 હજાર પ્રોજેક્ટ્સ તપાસ હેઠળ છે. અને માત્ર એવા મામલાઓને બંધ કરવામાં આવ્યા છે. જેમાં કોઈ પુરાવા મળ્યા નથી. તેવા સમયે એ વાત કહેવી ખોટી છે કે, સમગ્ર તપાસ બંધ કરી દેવાઈ છે. અત્યાર સુધીમાં અનેક ટેન્ડરની તપાસ કરવામાં આવી છે. તેમાં કેટલાક ચોક્કસ ટેન્ડરના મામલે ACBને અજીત પવાર વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

READ  VIDEO: જો તમે તમારા બાળકને રાખવા માંગો છો તંદુરસ્ત! તો આપો આ ખોરાક

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCPના નેતાઓ અજીત પવારને મનાવવા પહોંચ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ACB મહારાષ્ટ્રએ 3 હજાર પૂછપરછ કરી છે. અને અજીત પવારને ક્લિન ચીટ્ટ મળી છે કે, નહીં. તે અંગે કોઈ આધિકારીક જાણકારી સામે આવી નથી. મળતી માહિતી પ્રમાણે ACBના હિસાબે ટેન્ડરના 9 કેસમાં અજીત પવારને રાહત મળી છે. જેમાં કોઈ પુરાવા ન હોવાથી તપાસ બંધ કરી દેવાઈ છે.

READ  મહારાષ્ટ્રનો મહાસંગ્રામઃ Tv9-C Voterના સરવેમાં જાણો કોને મળી રહી છે કેટલી બેઠક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments