ઉત્તરાયણ પર ગુજરાતના એક શહેરમાં 100થી વધુ બ્રિજ બની જાય છે યમદૂત, કમિશ્નરે લગાવ્યો 2 દિવસનો બૅન

ઉત્તરાયણના દિવસોમાં આપણી સામે એવા ઘણા કિસ્સાઓ આવતા હોય છે કે જેમાં વાહનચાલકોના ગળાના ભાગે પતંગની દોરી આવી જવાથી કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હોય કે પછી ઈજાગ્રસ્ત થયા હોય. તેવી જ ઘટનાઓને અટકાવવા માટે સુરત પોલીસે એક ફરમાન જાહેર કર્યું છે.

જુઓ VIDEO:

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સુરતના કોઈ પણ ઓવરબ્રિજ પર દ્વિચક્રીય વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બે દિવસ દ્વિચક્રીય વાહનો ઓવરબ્રિજ પર નહીં જઇ શકે. દ્વિચક્રીય વાહનોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે. લોકોની સાવચેતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઓવરબ્રિજ પર બાઈક પર જતાં લોકોને દોરો વાગતા ઇજા થતી હોય છે.

ઉત્તરાયણ એટલે તારીખ 14 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી 15 જાન્યુઆરી રાતના 10 વાગ્યા સુધી સુરતના તમામ બ્રિજ પર કોઈ પણ બાજુથી ટૂ-વ્હીલર્સ અવરજવર નહીં કરી શકે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2019 : સુરતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat gears up to welcome PM Narendra Modi- Tv9

FB Comments

Hits: 5241

Comments are closed, but trackbacks and pingbacks are open.