જાણો કોણ છે 2 મૂળ ભારતીય વ્યક્તિ છે જે અમેરિકાથી ટ્ર્મ્પના કાફલામાં આવી રહ્યાં છે?

/2-indian-americans-ajit-pai-and-kash-patel-travelling-with-donald-trump-to-india

ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે અને તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેમની સાથે 2 ભારતીય મૂળના વ્યક્તિઓ પણ આવી રહ્યાં છે. જેમાં ફેડરલ કમ્યુનિકેશન કમિશનના અધ્યક્ષ અજીત પઈ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધિકારી કાશ પટેલનો સમાવેશ થાય છે. આ બંને વ્યક્તિઓ મૂળ ભારતીય છે અને ટ્રમ્પની સાથે જે ડેલિગેશન આવી રહ્યું છે તેમાં તેઓ આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત બાદ હવે રાજકોટ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો વિરોધ, લાઈટ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને લઈને વિરોધ

અજીત પઈ કોણ છે?

indian-americans-ajit-pai-and-kash-patel-travelling-with-donald-trump-to-india

આ પણ વાંચો :     અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત સાથે ગુજરાતી વાનગીઓનો પણ સ્વાદ માણશે

અજીત પઈના માતાપિતા બંને મહારાષ્ટ્રમાં ડૉક્ટર હતા અને તેઓ વર્ષ 1971માં જ અમેરિકા ચાલ્યા ગયા હતા. પઈનો જન્મ અમેરિકાના કંસાસ ખાતે થયો છે. તેઓએ હાવર્ડ અને શિકાગો યૂનિવર્સિટી ખાતે વકાલતનું શિક્ષણ લીધેલું છે. તેઓ ફેડરલ કમ્યુનિકેશન કમિશન સાથે જોડાયેલાં છે અને સ્વતંત્ર યૂનિટ છે. તે અમેરિકામાં સંચાર કાયદાઓ અંગે નિયંત્રણ રાખે છે. જેમાં પાંચ કમિશનર હોય છે અને અજીત પઈ તેમાંના એક છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અજીત પઈની નિયુક્તિ 2017ના વર્ષમાં કરી હતી. તેઓએ નેટ ન્યૂટ્રાલિટીનો વિરોધ કર્યો હતો અને તેઓ ચર્ચામાં પણ આવ્યા હતા.

READ  VIDEO : સરકારના આદેશના ધજાગરા, સુરતમાં લગ્ન પ્રસંગે વરરાજા અને તેના પિતાએ કર્યું હવામાં FIRING

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કાશ પટેલ
કાશ પટેલ છે ડોનાલ્ડ ટ્રમ્પના કાફલામાં ભારત આવી રહ્યાં છે તેઓ મૂળ ગુજરાતી છે. કાશ પટેલનો જન્મ ન્યૂયોર્ક શહેરમાં જ થયો છે. તેઓ હાલમાં અમેરિકાએ કરેલી રશિયાની એક તપાસ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. તેઓને વર્ષ 2018માં સુરક્ષા પરિષદમાં સામેલ કરવામાં આવ્યા અને આતંકવાદની સામે કેવી રીતે લડવું તે અંગેનો ખાસ પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે. કાશ પટેલ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સલાહકાર છે અને તેઓને ટ્રમ્પના ખાસ અંગત પણ માનવામાં આવે છે.

READ  Googleએ ફરી એક વાર કરી મોટી ભૂલ? 'Bar Girl in India' સર્ચ કરવાથી આવે છે સોનિયા ગાંધીનું નામ અને ફોટો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Oops, something went wrong.
FB Comments