સુરત: પુણાગામમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત

2 suffocated to death after fire broke out in Bhagyoday industries in Punagam, Surat surat punagam ma aaveli bhagyoday industries ma lagi bhisan aag 2 loko na mot

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં આગ લાગતા બે લોકોના મોત થયા છે. સાડી અને જરી પોલીશીંગના નાના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રાત્રે 3 વાગ્યા આસપાસ આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગાંધીનગરની કલોલ APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.1825, જાણો જુદા-જુદા પાકોના ભાવ

પરંતુ ત્યાં સુધીમાં દુકાનમાં અંદરથી લોક મારી સુઈ રહેલા બે કારીગરોનું ધુમાડાના કારણે ગૂંગળાઈ જતા મોત થયું હતું. બંન્ને મૃતક કારીગરો મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાને લઈ ફાયર વિભાગ અને પોલીસે તપાસ કરતાં દુકાનમાંથી 10 જેટલી ગેસની બોટલો મળી આવી હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

READ  લોકસભા ચૂંટણી 2019: 15 મુદ્દા જેના પર જ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો માંગશે દેશ પાસે મત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: શાહીનબાગમાં પ્રદર્શનોની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી

FB Comments