વાહ રે સરકારી સિસ્ટમ! એક વ્યક્તિએ RTIની અરજી કરી તો જવાબમાં મોકલી દીધા 2 ‘used condoms’

માહિતીનો અધિકાર, એક એવો અધિકાર જેના માધ્યમથી તમે સરકારી એજન્સીઓની વિકાસ યોજનાઓ વિશે જાણકારી હાંસલ કરી શકો છો. કોંગ્રેસની આગેવાનીમાં જ્યારે યુપીએ સરકાર 2009માં બીજી વખત સત્તામાં આવી તો તેને એક મોટું કારણ માનવામાં આવ્યું.

પરંતુ જો તમે આ કાયદા હેઠળ કોઈ માહિતી ઈચ્છો છો તો બે શક્યતાઓ હોય. એક તો તમને જાણકારી ન મળે અને બીજી જે જાણકારી મળે તે તમને શરમમાં મૂકી દે. આવો જ એક કિસ્સો સામે આવ્યો રાજસ્થાનમાં. લોકોએ જાણકારી માગી અને બદલામાં તેમને કોન્ડોમ મળ્યું.

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક ગામ છે છન્ની બાડી. આ ગામના મનોહરલાલ અને વિકાસ ચૌધરીએ વિકાસ કાર્યોને લગતી જાણકારી માગી હતી. એ બંને લોકોને જાણકારી એક કવર દ્વારા આપવામાં આવી. જ્યારે આ કવર ખુલ્યું ત્યારે ત્યાં હાજર સૌ કોઈ શર્મસાર રહી ગયું. કવરમાં બંધ વિકાસ કાર્યોની જાણકારી કોઈ પેપરના રૂપમાં નહીં પરંતુ એક કોન્ડોમના રૂપે સામે આવી. આ પ્રકારની જાણકારી સામે આવવાથી પ્રશાસન હરકતમાં આવી ગયું.

ભદ્રાના SDMનું કહેવું છે કે પ્રશાસનની સામે આ મામલો આવ્યો છે જેની તપાસ ચાલી રહી છે. જો આ મામલે કોઈ સરકારી અધિકારીની સંડોવણી માલૂમ પડી તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

READ  જાણો છો નીતા-મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ક્યાં બનેલી બંગડીઓ પહેરે છે? કોણ છે આ બંગડીઓનો ડિઝાઈનર?

જાણકારી માગનારા  લોકોનું કહેવું છે,

“જ્યારે બીડીઓએ તેમની અરજી ઠુકરાવી દીધી ત્યારે અને ગામના મહત્ત્વપૂર્ણ લોકો અને કેમેરાની હાજરીમાં કવર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો. અમને જે શંકા હતી તે સાચી સાબિત થઈ. બીજા કવરમાં પણ આ જ સામાન હતો. “

મનોહરલાલે સવાલ કરતા કહ્યું કે શું કોઈ સરકારી સંસ્થા આવી રીતે કામ કરે છે. તો આ મામલે જિલ્લા પરિષદ અધિકારીઓનું કહેવું છે કે સરકારી સિસ્ટમમાં ઘૂસીને કોઈ વ્યક્તિએ પ્રકારની હરકત કરી છે.

READ  રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પર સંકટ તો બીજી તરફ રાહુલ ગાંધી હજુ પણ આ વાતને લઈ જીદ પર કાયમ

[yop_poll id=645]

Oops, something went wrong.
FB Comments