કન્નોજમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 20 લોકોના મોત, PM મોદી અને CM યોગીએ દુ:ખ વ્યક્ત કર્યુ

20 charred to death as bus caught fire after accident in Kannauj , 21 critically injured Kannauj ma truck ane bus vache accident ma 20 loko na mot PM modi ane CM yogi e dukh vyakt karyu

ઉત્તરપ્રદેશના કન્નૌજમાં ભીષણ બસ દુર્ઘટના ઘટી છે. ટ્રક સાથે ટક્કર બાદ ડબલ ડેકર બસમાં ભીષણ આગ લાગી અને આ આગમાં 20 લોકોનાં મોત નિપજયાં છે. જયારે 21 લોકો ઘાયલ થયા છે. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી

આ બસ દુર્ઘટના જીટી રોડ હાઇવે પર ઘટી છે. મહત્વનું છે કે બસ કન્નૌજથી ગુરસહાયગંજથી જયપુર જઈ રહી હતી. ઘટના રાત્રે 9.30 કલાકે ઘટી હતી. દુર્ઘટના બાદ અચાનક જ બસમાં આગ લાગી ગઈ હતી અને મળતા અહેવાલો મુજબ બસમાં આગ લાગ્યા બાદ મુસાફરો બહાર નિકળવામાં અસમર્થ હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જામનગર: આરોગ્યતંત્ર લાગ્યું કામે! શાકભાજીના વેપારીઓના આરોગ્યની કરશે ચકાસણી

 

 

દુર્ઘટના બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યકત કર્યું હતું. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તરત જ ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘાયલોને તુરંત જ સંભવિત સહાય આપવામાં આવી રહી છે. સાથે જ સીએમ યોગીએ મૃતકોના પરિજનોને રૂ.2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. સીએમ યોગીએ કન્નૌજના જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક જરૂરી સહાય આપવાના નિર્દેશ કર્યા છે.

READ  પ.બંગાળમાં રાજકીય ઘમાસાણ : મમતા VS મોદી પછી હવે CBI vs પોલીસ, CBI ઓફિસરોની જ કરવામાં આવી અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments