ઓસ્ટ્રેલિયામાં લાગી ભયંકર આગ: 200 ઘર બળીને ખાખ, 7 લોકોના મોત

200-houses-destroyed-by-fire-in-australia-7-dead-

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં આગ લાગી છે. આગ લાગવાથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના અહેવાલ છે. પોલીસે બુધવારના રોજ જાણકારી આપી કે સોમવારથી લાગેલી આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 લોકોના જીવ ગયા છે. બીબીસીના અહેવાલ મુજબ આગના લીધે 200 લોકોના ઘરને નુકસાન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: અમદાવાદમાં મહિલાએ 13માં માળેથી ઝંપલાવ્યું, નીચે પસાર થતા વૃદ્ધ પર પડતા બંનેના મોત

 

200-houses-destroyed-by-fire-in-australia-7-dead-


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ આગના લીધે વિકટોરીયામાં બંધ કરવામાં આવેલા રસ્તાને ફરીથી ખોલવામાં આવ્યો છે. બુધવારના રોજ બે કલાક માટે આ રસ્તાને ખોલવામાં આવ્યો છે. જેના લીધે જે લોકો આ વિસ્તારને છોડીને જવા માગે છે તે જઈ શકે. એવી જાણકારી મળી રહી છે કે ઘણાં લોકો હજુપણ આગ પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા છે અને તેને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જે લોકોના ઘર આગની ચપેટમાં આવ્યા તે બળીને ખાખ થઈ ગયા છે. વિકટોરિયાના પૂર્વી જીપ્સીલેંડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં ભારે અસર જોવા મળી છે.

READ  સુરત અગ્નિકાંડની ઘટના બાદ હવે તંત્રની હોસ્પિટલની સામે લાલ આંખ, ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોને ફટકારી નોટિસ

 

Gujarat in Lockdown : All borders sealed, policemen on toes | Tv9GujaratiNews

FB Comments