200 મતદારો મતદાન કરવા માટે 150 કિલોમીટરની સફર ખેડશે

લોકશાહીના મહાપર્વમાં એક પણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવે છે અને એક મતદાર માટે પણ મતદાન મથક ઉભુ કરવાના દાખલાઓ વચ્ચે ભરૂચના 200 એવા મતદારો છે. જે મતદારોને મતદાન કરવા માટે 150 કિલોમીટરનો સફર ખેડવો પડે છે.

ત્રણ દિશામાં પાણી અને એક તરફ  જમીન માર્ગ હાંસોટને અડીને આવેલા આલીયાબેટ અવાવરું બેટ તરીકે ઓળખાય છે. પરંતુ બેટના એક હિસ્સામાં કચ્છી જત કોમના 100થી વધુ પરિવાર રહે છે. હાંસોટને અડીને આવેલા વિસ્તાર મહેસુલી હદ મુજબ વાગરા તાલુકાના કલાદરા ગ્રામ પંચાયત હેઠળ આવે છે. ૫૦૦ લોકો અહીં સૈકા ઉપરાંતથી રહે છે.

 

 

સમાજના 200 લોકો મતાધિકાર ધરાવે છે. પશુપાલન સાથે સંકળાયેલા લોકો બોટ મારફતે ભાડભૂત અથવા જમીન માર્ગે હાંસોટમાં દૂધ વેચવા જાય છે અને પરત ફરતા જરૂરી ચીજ-વસ્તુ લેતા આવે છે. નદીમાં પાણી ઓછુ થતા હવે જળમાર્ગ મોટેભાગે બંધ રહે છે. હાંસોટથી 10 કિલોમીટર અંતરિયાળ રહેતા પરિવારોને મતદાન માટે કલાદરા ગ્રામ પંચાયતનું બૂથ ફાળવવામાં આવતા સ્થાનિકો સલવાયા છે.

તંત્ર દ્વારા બસની વ્યવસ્થા આપવાની તૈયારી દેખાડાઈ છે. પરંતુ જો આ મતદારોએ મતદાન કરવા જવું હોય તો પરત ફરતા સુધી 150 કિલોમીટરનો સફર ખેડવો પડે છે. આલિયા બેટ જત સમાજના પ્રમુખ મોહમ્મદ જત અનુસાર પહેલા બોટ લઇ જળમાર્ગે વોટિંગ કરવા તેઓ જતા હતા નદીમાં હવે પાણી ન હોવાથી આ વિકલ્પ બંધ થયો છે.

આ પણ વાંચો: વોટ કરો, સેલ્ફી મોકલો: વોટ કર્યા બાદ સેલ્ફી મોકલીને ચમકો ટીવી નાઈન પર, આ 5 રીતે મોકલી શકો છો સેલ્ફી

હવે જમીનમાર્ગે વોટિંગ કરવા 150 કિલોમીટરની સફર કરવી પડશે. સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા મતદાન માટે બસ મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જો તેઓ રોડ મારફતે જાય તો તેઓને આવવા જવાના 150 કિલોમિટરની મુસાફરી થાય છે. શિક્ષક અને સામાજિક કાર્યકર વિનોદ પરમાર અનુસાર એક મતદાન મથક ફાળવવામાં આવે તો અનેક લોકો પણ લોકશાહીની પ્રક્રિયાનો મજબૂત હિસ્સો બની શકે છે.

શિક્ષક અને સામાજિક કાર્યકર વિનોદ પરમારે વધુમાં જણાવ્યું કે અહી અધિકારીઓ આવ્યા હતા અને બસ મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ લાબું સફર કરી મત આપવો મુશ્કેલ બનશે. દેશમાં માત્ર એક મત માટે પણ જો મતદાન મથક ઉભુ કરવામાં આવતું હોય તો આ વિસ્તાર કે જેમાં 200 જેટલા મતદારો માટે ઉપેક્ષિત વલણ દેખાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિકોને મતાધિકારના ઉપયોગ માટે પડતી અડચણો દૂર કરવા માંગ કરી રહ્યા છે.

 

Woman molested in sleep in Ahmedabad; neighbors allege PG owner's negligence | Tv9GujaratiNews

FB Comments

Ankit Modi

Read Previous

આ બેઠક પરથી લડશે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભાની ચૂંટણી, ભાજપે આપી ટિકીટ

Read Next

વોટ આપ્યા બાદ PM મોદીએ કહ્યું કે આતંકવાદીઓનું હથિયાર ‘IED’ છે જ્યારે લોકતંત્રની તાકાત ‘વોટર ID’ છે

WhatsApp પર સમાચાર