2002 ગોધરા કાંડ: 17 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે ફટકારી આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા, 8 આરોપી હજી પણ ફરાર

2002માં થયેલા ગોધરા કાંડમાં આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયા વિરુદ્ધ ચાલતા કેસમાં આજે તેઓ દોષી જાહેર થયા હતા. આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયા વિરુદ્ધ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. અગાઉ 31 વ્યક્તિઓને આજીવન સજા ફટકારવામાં આવી હતી.

2002માં સર્જાયેલા ગોધરાકાંડમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S-6ને સળગાવી દેવાની ઘટનામાં કોર્ટે આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા ફટકારી છે. 62 વર્ષીય યાકુબ પાતળીયાને હત્યાનો પ્રયાસ અને કાવતરુ ઘડવાના ગુનામાં સ્પેશિયલ SIT કોર્ટે બુધવારે આજીવન કેદની સજા ફટકારી છે. છેલ્લા 16 વર્ષથી યાકુબ પોલીસથી નાસતો ફરતો હતો. ગુજરાત પોલીસને જાન્યુઆરી 2018માં યાકુબ પાતળીયાને ઝ[પી લેવામાં સફળતા મળી હતી.

READ  Maharashtra leaders on Union Budget 2016 - Tv9 Gujarati

 


શું હતી સમગ્ર ઘટના?

2002ની 27મી ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન કે જે અયોધ્યાથી અમદાવાદ આવી રહી હતી. તે ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 લોકોના મોત થયા હતાં. જે ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા અને કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. જેમાં હજારો લોકોના મોત થયા હતા. જે ગુનાનો આરોપી યાકુબની ધરપકડ ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ગત વર્ષે પોલીસે કરી હતી.

 

READ  ઉકાઈ ડેમના 11 દરવાજાઓ ખોલીને 50 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું, જુઓ VIDEO

આ મામલાની તપાસ દરમિયાન પોલીસે કુલ 125 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ટ્રાયલ કોર્ટે 11 આરોપીઓને ફાંસી અને 20 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટે 11 આરોપીઓની સજાને ફાંસીમાંથી આજીવન કેદમાં ફેરવી નાખી હતી. તેથી હવે યાકુબ સહિત કુલ 32 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ધરપકડ કરાયેલ 125 આરોપીઓમાંથી 63ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે આ કેસમાં હજી પણ આઠ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

Oops, something went wrong.
FB Comments