ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

આતંકી હુમલાના ષડયંત્રના આરોપી યુસુફ અબ્દુલ વહાબએ કબૂલાત કરી છે કે તેણે વર્ષ 2003માં જેદાહથી ટેરર ફંડ પેટે રૂ.3 લાખ અમદાવાદ મોકલ્યા હતા. વર્ષ 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા માટે ઘડેલા જેહાદી ષડયંત્રના કેસમાં પૈસાની લેવડદેવડમાં સંડોવાયેલા અબ્દુલ વહાબ શેખની ATS-ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન આતંકી મહમ્મદ અબ્દુલ વહાબ શેખે વર્ષ 2003માં જેદાહથી ટેરર ફંડ પેટે રૂ.3 લાખ અમદાવાદ મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે. આ રૂપિયામાંથી હથિયારો અને દારૂ ગોળો ખરીદવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, અબ્દુલ વહાબ વોન્ટેડ આરોપી હોવાછ તાં તેનો ભારતીય પાસપોર્ટ 2016 માં રિન્યૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અબ્દુલ વહાબ છેલ્લાં 16 વર્ષથી નાસતો ફરતો હતો.

READ  જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં કરવામાં આવ્યો ફરી વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  150મી ગાંધી જયંતી: સાબરમતી રેલવે સ્ટેશનના કર્મીઓએ વેસ્ટમાંથી બેસ્ટના સુત્ર સાથે રેલવેના ભંગારમાંથી અનોખી 'ગાંધીજી'ની મૂર્તિ બનાવી

 

FB Comments