અમદાવાદ લઠ્ઠાકાંડનો આજે 10 વર્ષ પછી સેશન્સ કોર્ટ આપી શકે છે ચુકાદો, જુઓ VIDEO

અમદાવાદમાં 123 લોકોને ભરખી જનારા લઠ્ઠાકાંડ કેસનો આજે 10 વર્ષ બાદ ચુકાદો આવી શકે છે. વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડમાં સેશન્સ કોર્ટના જજ ડી.પી. મહિડા આજે ચુકાદો આપી શકે છે. આ કેસમાં બંને પક્ષો વચ્ચે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે.

કોર્ટે કુલ 33થી વધુ આરોપીઓની ધરપકડ કરેલી છે. કેસની સુનાવણી દરમિયાન કુલ 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવાઈ ચૂકી છે. મહત્વનું છે કે અમદાવાદમાં 9થી 11 જૂન વર્ષ 2009માં લઠ્ઠાકાંડ થયો હતો. જેના કારણે 200 લોકોના આરોગ્યને અસર થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પંજાબના મુખ્યમંત્રીએ ઈમરાન ખાનને આપ્યો આતંકી મસુદ અઝહરને પકડવાનો પડકાર

જેનો ચુકાદો આજે જજ ડી.પી. મહિડા આપી શકે છે. ડી.પી. મહિડાની બદલી થવાની હતી, પરંતુ જ્યાં સુધી ચુકાદો ન સંભળાવાય ત્યાં સુધી મહિડાની બદલી પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 28 માર્ચ 2019એ કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડનો કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં 10 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે 8 આરોપીને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.

READ  સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: કોર્ટે FRC મામલે 40 વિદ્યાર્થીઓના બચાવ્યા ભવિષ્ય, કરોડો બાળકોને મળશે આ નિર્ણયનો ફાયદો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: વિશ્વ કપમાં ભારત અત્યાર સુધી અજય રહ્યું પણ ભારત માટે આ કારણ મોટી મુશ્કેલી બની શકે!

 

FB Comments