સર્જિકલ સ્ટ્રાઇક: દેશની સેનાએ વધાર્યું માન, જાણો  કેમ ભરવું પડ્યું હતું આ પગલું ?  

ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને બે વર્ષ થઇ ચૂક્યા છે. આ હુમલો ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં કર્યો હતો.

પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરના ઉરીમાં 18 સપ્ટેમ્બર 2016ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 19 જવાન શહીદ થયા હતા. આ હુમલાનો જવાબ આપવા માટે 11 દિવસ પછી ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

Image result for surgical strike by india

29 સપ્ટેમ્બર 2016ની રાત્રે ભારતીય સેનાએ POKમાં ત્રણ કિમી સુધી અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારતે પાકિસ્તાનની જમીન પરથી આતંકી કેમ્પ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાન સીમામાં બનાવેલા લોન્ચિંગ પેડ ભારતીય સેનાએ હુમલામાં નષ્ટ કરી દીધા હતા.

2016માં 28-29 સપ્ટેમ્બરની રાતે સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારતના તે સમયના ડીજીએમઓ લેફ્ટિનન્ટ જનરલ રણબીર સિંહે 29 સપ્ટેમ્બરની બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય સેનાએ લાઈન ઓફ કંટ્રોલ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદી કેમ્પને બરબાદ કરી દીધા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાનના ડીજીએમઓને ગઈ રાતે થયેલી સર્જિકલ સ્ટ્રાઈકની માહિતી આપી છે.

પાકિસ્તાની સેના તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પહેલાં તો સર્જિકલ સ્ટ્રાઈકને નકારીને કહેવામાં આવ્યું હતું કે, ભારતે સીમા પારથી ગોળીબાર કર્યો છે અને તેને તેઓ સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી રહ્યા છે.

જોકે મોડે મોડે પાકિસ્તાની સેનાએ ભારતીય ગોળીબારમાં તેમના 2 જવાનના મોતનો ખુલાસો કર્યો હતો. તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીની નિંદા કરીને પાકિસ્તાની સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ગોળીબારમાં ભારતના અત્યાચારની વાત કરી હતી.

Image result for surgical strike by india

 

28-29 સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. 30 ભારતીય કમાન્ડોની એક ટીમ દુશ્મનની રડારમાં ન આવી શકે તે રીતે આકાશમાં તહેનાત કરવામાં આવી હતી. કલાશ્નિકોવ, ટેવર્સ, રોકેટ પ્રોપેલ્ડ ગન્સ હથિયારોથી સજ્જ 35,000 ફૂટની ઉંચાઈથી ઝડપથી નીચે ઉતર્યા હતા. આ બધું એટલું શાંતિપૂર્ણ રીતે  થયું હતું કે, જમીન પર તેનો કોઈને અણસાર પણ નહતો આવ્યો.

બીજી તરફ જમીન પર ભારતીય સેનાના બહાદુર સ્પેશિયલ ફોર્સના 7 ગ્રૂપ એલઓસી પાર પાકિસ્તાની બેરીકેડ્સથી જમીનથી ઢસડાઈને આગળ પહોંચ્યા હતા. આ ઓપરેશનમાં કુલ 150 જવાન સામેલ હતા. આ ઘાતક જવાનોની 8 ટીમ કોઈ પણ પ્રકારનો અણસાર આપ્યા વગર પીઓકેમાં આવેલા ટાર્ગેટ ઠેકાણા પર પહોંચી હતી. ત્યાર પછી અચાનક બ્લાસ્ટ, સ્મોક બમ અને ચારેય બાજુ ધુમાડો ધુમાડો થઈ ગયો હતો. આ દરમિયાન ગોળીબાર કરીને જવાનો દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

Image result for surgical strike by india

Advertisements

Posted on September 28, 2018, in News & Media and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: