કેમ સબરીમાલા મંદિરમાં મહિલાઓ પર હતો પ્રતિબંધ? કારણ જાણી ચોંકી જશો!

છેલ્લા કેટલાંક દિવસોથી સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદા આપવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે દક્ષિણ ભારતના કેરળમાં આવેલા પ્રાચીન સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓ માટે ભગવાનના દ્વાર ઉઘાડી દીધા છે. કેટલાય સમયથી મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશેની માગણી કરવામાં આવતી હતી અને મંદિર પ્રશાસન દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવતો હતો.
sabarimala.jpg
તેથી આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી પાંચ સભ્યોની બેન્ચે આ વિશે ઓગસ્ટમાં સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પોતાના ચુકાદામાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું,
“દરેક ભક્તને પૂજા કરવાનો અધિકાર છે. લિંગના આધારે ભેદભાવ ન કરી શકાય અને તેમાં પણ 10 વર્ષની બાળકીથી લઈને 50 વર્ષની મહિલાને મંદિરમાં જતા રોકવાની પ્રથા બંધારણના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. તેમજ સમાજે હવે તેમની વિચારસરણી બદલવાની જરૂર છે. દરેક સમાજમાં મહિલાઓને સન્માન મળવું જોઈએ.”
sabarimala case supreme
4-1ની બહુમતથી સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે આખરે આ મુદ્દો હતો શું? 
તમને જાણીને નવાઈ લાગશે કે 10 વર્ષથી મોટી છોકરીઓ અને મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળતો ન હતો. માત્ર નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો. એવું પણ કારણ છે કે, આ વયની મહિલાઓ માસિકધર્મમાંથી પસાર થતી હોય છે. એક કારણ એવું હતું કે ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા અને આખરે આ પ્રતિબંધ આજે સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે.
ayappa
જાણો કોણ હતા અયપ્પા ? 
પ્રાચીન કથા અનુસાર અયપ્પાને ભગવાન શિવ અને મોહિની (વિષ્ણુજી નું એક રૂપ)ના પુત્ર માનવામાં આવે છે. જેમનું નામ હરિહરપુત્ર પણ છે. હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શિવ. આ બંનેના નામ પરથી જ હરિહરપુત્ર નામ પડ્યું હતું. આ ઉપરાંત ભગવાન અયપ્પાને અયપ્પન, શાસ્તા, મણિકાંતા નામથી પણ ઓળખવામાં આવે છે.
સબરીમાલા દક્ષિણ ભારતના મુખ્ય તીર્થ સ્થળોમાંથી એક કહેવામાં આવે છે.
દક્ષિણ ભારતના કેરળમાં પત્થનમથિટ્ટા જિલ્લાના પશ્ચિમ ઘાટની પહાડી પર સબરીમાલા મંદિર આવેલું છે જ્યાં ભગવાન અયપ્પાની આરાધના કરવામાં આવે છે. આ મંદિરમાં દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી સુધી ભક્તો ભગવાન અયપ્પાના દર્શન માટે જાય છે. બાકીના સમયમાં આ મંદિર સામાન્ય ભક્તો માટે બંધ હોય છે. મકરસંક્રાંતિનો દિવસ ભગવાન માટે ખાસ માનવામાં આવે છે અને તે દિવસે મંદિરમાં વિશેષ ભીડ હોય છે.
Advertisements

Posted on September 28, 2018, in News & Media and tagged , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: