‘સ્વછતા, સર્જિકલ સ્ટ્રાઇક અને સ્ત્રી સશક્તિકરણ’નો સમન્વય બન્યું ‘મન કી બાત’, જાણો શું કહ્યું PM મોદીએ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓ સામે પોતાના વિચારો વ્યક્ત કર્યાં. મન કી બાતની 48મી શ્રેણી છે. કાર્યક્રમની શરૂઆત કરતા તેમણે કહ્યું કે, દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો અને સેનાના જવાનો પર ગર્વ છે. પ્રત્યેક ભારતીય, પછી ભલે તે ગમે તે ક્ષેત્ર હોય, જાતિ, ધર્મનો કેમ ન હોય પરંતુ આપણા સૈનિકો પ્રત્યે પોતાની ખુશી અને સમર્થન અભિવ્યક્ત કરવા માટે હંમેશા તત્પર રહે છે.

મન કી બાતના મહત્વના મુદ્દા:-

 • ભારતના સવા સો કરોડ દેશવાસીઓએ ગઇકાલે પરાક્રમ પર્વ ઊજવ્યો હતો. આપણે 2016માં થયેલી તે સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી, જ્યારે આપણા સૈનિકોએ આપણા રાષ્ટ્ર પર આતંકવાદની આડમાં પ્રોક્સી વૉરની દૃષ્ટતા કરનારા લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
 • દેશના સૈનિકો તેમને જડબાતોડ જવાબ આપશે જે આપણા દેશની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરે છે. ભારત હંમેશાં શાંતિપ્રિય દેશ રહ્યો છે, પરંતુ દેશના સાર્વભૌમત્વને દાવ પર લગાવીને આપણે આવું બિલકુલ નહીં કરીએ.
 • પરાક્રમ પર્વ જેવો દિવસ યુવાનોને આપણી સશસ્ત્ર સેનાના ગૌરવપૂર્ણ વારસાની યાદ અપાવે છે, તેમજ દેશની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરવા માટે આપણને પ્રેરિત પણ કરે છે.
 • 8 ઑક્ટોબરે આપણે વાયુસેના દિવસ ઊજવીએ છીએ. 1932માં 6 પાયલટ અને 19 વાયુસૈનિકોની સાથે એક નાનકડી શરૂઆત કરીને આપણી વાયુસેના આજે 21મી સદીની સૌથી સાહસિક અને શક્તિશાળી એરફોર્સમાં સામેલ થઈ ચૂકી છે.
 • દેશમાં જેન્ડર ઇક્વૉલિટી એટલે કે સ્ત્રી-પુરુષની સમાનતા સુનિશ્ચિત કરવામાં એરફોર્સે મિસાલ કાયમ કરી છે. ભારત ગર્વથી કહી શકે છે કે ભારતની સેનામાં સશસ્ત્ર દળોમાં પુરુષ શક્તિ જ નથી. સ્ત્રીશક્તિનું પણ એટલું જ યોગદાન છે.
 • આ વર્ષે 2 ઑક્ટોબરનું વિશેષ મહત્વ છે. હવેથી 2 વર્ષ માટે આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમિત્તે વિશ્વભરમાં અનેક કાર્યક્રમો કરવાના છીએ. મહાત્મા ગાંધીના વિચારે આખી દુનિયાને પ્રેરણા આપી છે.
 • બાપુની સાથે આપણે દેશના પૂર્વ વડાપ્રધાન શાસ્ત્રીજીની પણ જયંતી ઊજવીશું. શાસ્ત્રીજીનું નામ આવતાં જ આપણા ભારતવાસીઓના મનમાં એક અસીમ શ્રદ્ધાનો ભાવ ઉમટે છે. તેમનું સૌમ્ય વ્યક્તિત્વ દરેક દેશવાસીને હંમેશાં ગર્વથી ભરી દે છે.
 • 15 સપ્ટેમ્બરથી દેશમાં ! સ્વચ્છતા જ સેવા’ અભિયાનનો પ્રારંભ થયો. કરોડો લોકો આ અભિયાન સાથે જોડાયા અને મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે દિલ્હીના આમ્બેડકર સ્કૂલમાં બાળકો સાથે સ્વચ્છતા શ્રમદાન કરી શકું. હું તે શાળામાં ગયો જેનો પાયો પૂજ્ય બાબાસાહેબે પોતે રાખ્યો હતો.
 • સ્વચ્છ ભારત મિશન ફક્ત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં એક સફળ કહાની બની ચૂક્યું છે. જેના અંગે દરેક વ્યક્તિ વાત કરી રહી છે. આ વખતે ભારત ઈતિહાસમાં દુનિયાનું સૌથી મોટુ સ્વચ્છતા સંમેલન આયોજિત કરી રહ્યું છે. જેને ‘મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન’ નામ આપવામાં આવ્યું છે.
 • અમે શાંતિમાં વિશ્વાસ કરીએ છીએ અને તેને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ સન્માન સાથે સમાધાન કરીને કે રાષ્ટ્રની સંપ્રભુતાની કિંમત પર કદાપી નહીં. ભારત હંમેશથી શાંતિ માટે વચનબદ્ધ અને સમર્પિત રહ્યું છે.
 • 31 ઑક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ પર રન ફોર યુનિટીનું આયોજન થાય છે. આ વર્ષે પણ તમારા પ્રયત્નથી એકતા માટે દોડનું આયોજન કરો.
 • આ સાથે જ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને વિજ્યદશમી, નવરાત્રી અને દશેરાની શુભેચ્છા પાઠવી છે.
Advertisements

Posted on September 30, 2018, in National, News & Media and tagged , , , , , , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: