બળાત્કાર જેવા સંવેદનશીલ મુદ્દાને ભૂલી કેમ શરૂ થયો ગુજરાતમાં પરપ્રાંતીયોનો મુદ્દો?

ગુજરાતમાં જાતિવાદ પછી પ્રાંતવાદનો નવો સૂર, કોણ છે જવાબદાર અને કોનો લેવાશે ભોગ ?
હાલમાં શરૂ થયેલા પરપ્રાંતીયો પરના હુમલામાં ક્યાંકને ક્યાંક શાંત ગુજરાતની છબિ ખરડાઇ રહી છે. છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં જાતિવાદ અને પ્રાંતવાદના નામે કોઇને કોઇ વિરોધ થતો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વિકાસનું પ્રતિક બનેલા ગુજરાતમાં વિરોધ અને વિવાદના છબરડા વધી રહ્યા છે.
આ ઘટના પર જો પ્રકાશ પાડીએ તો તેની શરૂઆત 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારબાદ વધ્યું છે. સૌ પ્રથમ ગુજરાતમાં જાતિવાદના નામે પાટીદાર આંદોલન થયું. જે પછી ઉનામાં બનેલી ઘટનાથી દલિતો પરના અત્યાચારથી પણ રાજ્યમાં ભયનો માહોલ ઉભો થયો હતો. હવે પરરપ્રાંતીયોથી ગુજરાતને જોખમ હોવાનું કહી ઠાકોર સમાજ દ્વારા રાજ્ય સરકાર સામે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠામાં 14 માસની બાળકી પર બળાત્કારના આરોપમાં ગુનેગાર પરપ્રાંતીય છે. જેની ધરપકડ પણ થઇ ચૂકી છે, પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  પરંતુ તેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ગુજરાતની બહારથી આવી રોજગારી મેળવતાં લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજ્યની સ્થિતિ વણસી રહી છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આ મામલે ઘણી સર્તકતા રાખવામાં આવી રહી છે છતાં પણ પરપ્રાંતીયો રાજ્ય છોડીને જઇ રહ્યા છે. જેની સીધી અથવા આડકતરી અસર ગુજરાતની શાંતિપ્રિય છાપ પર પડી રહી છે.
છેલ્લા 15 દિવસથી પણ ઓછાં સમયમાં ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો પોતાના કામ ધંધા છોડવા મજબૂર બન્યા છે. જેમને સરકારના આશ્વાસન છતાં પણ મગજમાં ઘર કરી ગયેલા ડરને કાઢી શકવામાં ક્યાંક સરકાર નિષ્ફળ બની રહી છે. જેના કારણે લાંબાગાળે ઔદ્યોગિક એકમો પર તેની અસર ચોક્કસ જોવા મળશે.
સિરામિક, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગથી લઇ રાજકોટમાં ચાલતાં યાંત્રિક ઉદ્યોગોમાં ગુજરાતની બહારથી આવેલા પરપ્રાંતીયોનો મોટો ફાળો છે. એટલું જ નહીં રાજ્યના વિકાસમાં તેમનો ફાળો મહત્વનો બની ગયો છે. એવામાં જો તેમને શિકાર બનાવવામાં આવે તો તે ક્યાંક વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે.
આ મામલે રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તર પર રાજકારણ શરૂ થયું છે. ઉ.પ્રદેશ અને બિહારના મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્યપ્રધાન સાથે ફોન પર વાત કરી તેમના લોકોને સુરક્ષા આપવાની માંગણી કરી છે. તો વડાપ્રધાને પણ રાજ્યના ગૃહપ્રધાન સામે પરપ્રાંતીય પર થઇ રહેલા હુમલા અંગે નારજગી વ્યક્ત કરી છે. કોંગ્રસ પણ રાજ્ય સરકારને આ મામલે નિષ્ફળ માની રહી છે. તો રાજ્ય સરકાર આ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી રહી છે.
આ તમામ બાબતોમાં ગુજરાતને શાંત થવાની, નફરત અને પ્રાંતવાદની માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. રાજકારણના ચક્કરમાં નિર્દોષો પર અત્યાચાર ન થાય તે જોવાની દરેક ગુજરાતીની જવાબદારી છે.
Advertisements

Posted on October 8, 2018, in Ahmedabad, News & Media. Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: