શું ચીન સરકાર 2019ની ચૂંટણી માટે મોદી સરકારને આપશે ‘Chinese Lollipop’?

2019ની ચૂંટણી નજીક આવતાં કેન્દ્રની મોદ સરકાર પર વિરોધી પક્ષો દ્વારા વિવિધ મુદ્દા પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં નોકરીઓને અછત હોવાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. જ્યારે ભારત પાસે યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન ક્ષમતા નથી જ્યારે ચીન પાસે ઉત્પાદનનો ભંડાર રહેલો છે.

ચીનના ગ્લોબલ ટાઈમ્સનાઅહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સરહદ પરના ડૉકલામ વિવાદ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો બગડી ગયા હતાં. આ ઘટનાના એક વર્ષ બાદ ફરીથી બંને દેશોના સંબંધોમાં ઉર્જાનો સંચાર થયો હતો. ચીનને આશા છે કે, જો મોદી સરકાર મજબુત સ્થિતિમાં રહેશે તો બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો વધારે મજબુત બનશે. માટે ચીન મોટા પાયે ભારતમાં રોકાણ કરવા ધારે છે.

READ  આણંદમાં અંધજન મંડળ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ગણેશજીની અનોખી મૂર્તિનું સ્થાપન, જુઓ VIDEO

આ પણ વાંચો : 2019ની ચૂંટણીના ગઠબંધન અંગે શરદ પવારે ખોલ્યા પોતાના પત્તા, જાણો શું ફરી થામશે કોંગ્રેસનો હાથ ?

કેન્દ્રની મોદી સરકાર પણ વિદેશી રોકાણ માટે ભરપુર પ્રયાસો કરી રહી છે. દેશમાંથી બેરોજગારી દૂર કરવા કોઈ પણ સંજોગોમાં રોકાણ લાવવુ અનિવાર્ય છે. ખાસ કરીને લેબર ઈંટેસિવ સેકટરમાં રોકાણની ખુબ જ જરૂરિયાત છે. છેલ્લા કેટલાક સમયમાં ચીનનું રોકાણ ભારત સિવાયના અન્ય દેશોમાં વધ્યું છે. કારણ કે ચીનમાં હવે લેબર ખર્ચ વધી રહ્યો છે. આ સ્થિતિમાં જો ભારત ચીનના રોકાણને પોતાના ત્યાં ખેંચી લાવવા સફળ થાય તો બંને દેશોમાં લાભદાયક સાબિત થશે.

READ  વિશ્વની સૌથી મોંઘી ચા! જેનો ભાવ પ્રતિ કિલો એટલો કે 10 ફ્લેટ ખરીદી શકાય!

2019ની ચૂંટણી પહેલાં મોદી સરકારે કોઈ પણ સંજોગોમાં બેરોજગારીની સમસ્યાનો હલ લાવવા માંગે છે. જેના માટે તે ચીનના રોકાણકારોને આકર્ષી શકે છે અને નવા દ્વાર ઉઘાડવા પ્રયત્ન કરી રહ્યું છે. જો ચીન ભારતમાં રોકાણ કરશે તો દેશમાં રોજગારીની તકો ઉભી થશે જેનાથી સરકારની ગંભીર સમસ્યાનો ઉલેક પણ આવી જશે.

[yop_poll id=”893″]

READ  જીત બદલ અભિનંદન પાઠવ્યા તો કેજરીવાલે PM મોદીની પાસે કરી આ માગણી

Bhavnagar: Woman admitted over Congo fever suspicion| TV9News

FB Comments