• April 23, 2019

2019 Election Live Update (Phase-3 Voting)

2019 election live update

2019 election live update

Phase-3 Voting (16 રાજ્યો, 117 સીટ પર મતદાન)

Phase-2 Voting (12 રાજ્યો, 95 સીટ પર મતદાન)

18:18:01

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 61.12% મતદાન.
ઓડીશા: 95 વર્ષના વરિષ્ઠ નાગરિકનું મતદાન મથકે જ મોત નિપજ્યું છે. તેઓ ગંજામ મતદાન મથકે લાઈન ઉભા હતા ત્યારે પડી ગયા હતા અને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા ત્યારે ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રતિકાત્મક તસ્વીર

15:54:46

15:35:55

છતીસગઢ: છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને તેમના પરિવારે મતદાન કર્યુ.

15:22:05

1 વાગ્યા સુધી મતદાનની ટકાવારી

15:02:23

મહારાષ્ટ્ર: 1 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 35.4% મતદાન થયુ.

14:54:58

તમિલનાડુ: અમેરિકાથી 17 કલાકની ભારત આવવાની મુસાફરી કરીને સદગૂરૂએ મતદાન કર્યુ.

14:49:44

પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં TMC અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચેની મારામારીમાં EVMમાં તોડફોડ.

14:42:57

અમરોહા: ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાએ મતદાન કર્યુ

14:09:28

1 વાગ્યા સુધીની મતદાનની ટકાવારી

14:03:16

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના ફતેહપુર સીકરીના મંગોલી કલા ગામમાં મતદાતાઓએ ગામમાં વિકાસના કામો નહી થવાથી નારાજ થઈને મતદાનનો કર્યો બહિષ્કાર.

13:46:20

ઈલેકશનનો ઈતિહાસ: 1996ની લોકસભા ચૂંટણીમાં આંધ્રપ્રદેશના બોમબિલીયા મતદાન મથક પર સૌથી ઓછુ મતદાન નોંધાયુ હતુ. જ્યાં માત્ર ત્રણ જ મતદારો નોંધાયા હતા.

13:27:30

કર્ણાટક: કર્ણાટકના મંત્રી DK શિવકુમારે કનકપુર મતદાન મથક પર મતદાન કર્યુ.

13:01:34

ઈલેકશનનો ઈતિહાસ: માયાવતીની બહુજન સમાજ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન હાથી છે અને અમેરિકાની રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી ચિહ્ન પણ હાથી જ છે.

12:58:30

કર્ણાટક: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારામિયા અને તેમના પુત્રએ માયસુરુ મતદાન મથક પર મતદાન કર્યુ.

12:40:15

ઈલેકશનનો ઈતિહાસ: 1996ની ચૂંટણીમાં તમિલનાડુની મોડકુરીચીની વિધાનસભા સીટ પર 1033 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને મતદાન માટે બેલેટ પેપરની જગ્યાએ બુકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

12:16:56

તમિલનાડુ: તમિલનાડુમાં 11 વાગ્યા સુધી 30.62% મતદાન થયુ.

12:15:03

કર્ણાટક: કર્ણાટક રાજયના ભાજપના ઉપપ્રમુખ તેજસ્વીની અન્નથ કુમારે મતદાન કર્યુ.

12:03:23

11 વાગ્યા સુધી છતીસગઢમાં 26.2% અને આસામમાં 26.39% મતદાન થયુ.

11:58:43

શ્રીનગર: ફારૂક અબદુલ્લા અને ઓમર અબદુલ્લાએ શ્રીનગરના મુનશીબાગ મતદાન મથક પર મતદાન કર્યુ.

11:47:56

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશમાં 11 વાગ્યા સુધી 24.31% મતદાન થયુ.

11:44:21

બિહાર: બિહારમાં 11 વાગ્યા સુધી 18.97% મતદાન થયુ.

11:41:42

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર કોંગ્રેસના ચીફ અને સાંસદ Nanded Ashok Chavanએ મતદાન કર્યુ.

11:30:39

મણિપુરમાં 11 વાગ્યા સુધી 32..18% મતદાન

11:29:05

પશ્ચિમ બંગાળના રાયગંજ CPIના ઉમેદવાર મોહમ્મદ સલીમની ગાડી પર હુમલો.

11:23:08

ઈલેકશનનો ઈતિહસ: લોકસભા ચૂંટણીમાં પહેલી વખત કુલ 11,844 બિન-નિવાસી ભારતીયોએ મત આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. તેમાં સૌથી વધુ મતદારોનું મૂળ વતન કેરળ છે.

11:15:42

મહારાષ્ટ્ર: EVMમાં પ્રોબ્લેમ થવાને લીધે સોલાપુર શાસ્ત્રીનગરમાં થોડી વાર માટે મતદાન રોકવામાં આવ્યુ.

11:01:45

કર્ણાટક: પૂર્વ વડાપ્રધાન H.D.દેવેગૌડા અને તેમની પત્નીએ મતદાન કર્યુ.

10:57:49

ઈલેકશનનો ઈતિહાસ : 1998ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં એક પણ સીટ જીતી શકી નહતી.

10:56:24

બિહાર: કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર અશ્વિની કુમાર ચોબેએ ભાગલપુર મતદાન મથક પર મતદાન કર્યુ.

10:52:48

મહારાષ્ટ્ર: 105 વર્ષના કવાયીબાઈ કાંબલેએ તેમના પરિવાર સાથે મતદાન કર્યુ.

10:46:53

પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલે અને તેમની પત્નીએ મતદાન કર્યુ.

10:44:15

ઉત્તરપ્રદેશ: 80 વર્ષના મિથિલેશ દેવીએ આગ્રાના મતદાન મથકમાં મતદાન કર્યુ.

10:41:07

2019ની લોકસભા ચૂંટણીમાં કુલ મતદાન મથકો 9,30,000 છે.

10:37:59

મહારાષ્ટ્ર: નાંદેડમાં મત આપવા માટે નવજાત બાળકની સાથે મહિલા પોંહચી.

10:34:29

બિહારમાં 10 વાગ્યા સુધી 19.5% મતદાન થયુ

10:31:20

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ કોંગ્રેસના ચીફ અને ફતેહપુર સિકરીના ઉમેદવાર રાજ બબ્બરે મતદાન કર્યુ

10:27:55

છતીસગઢ: કાંકેર લોકસભા ક્ષેત્રમાં મતદાન દરમિયાન પોલિંગ ઓફિસરનું હાર્ટ એટેક આવવાથી મોત

10:22:19

લોકસભા ચૂંટણીના બીજા તબક્કની 9 વાગ્યા સુધી ટકાવારી

તમિલનાડુ- 0.81%
પશ્ચિમ બંગાળ-0.55%
જમ્મૂ-કાશ્મીર- 0.99%
મહારાષ્ટ્ર-0.85%

10:18:45

સાઉથના સુપરસ્ટાર વિજય અટોનીએ મતદાન કર્યુ

10:17:07

ગૂગલના CEO સુંદર પિચાઈએ મતદાન કર્યુ

10:13:50

કર્ણાટક: વરિષ્ઠ નાગરિક દંપતિએ બેંગલુરૂના જયાનગર મતદાન મથકમાં મતદાન કર્યુ

10:08:36

ચેન્નાઈ: AMMK પાર્ટીના ચીફ TTV દિનાકરણે બેસંત નગરમાં મતદાન કર્યુ

10:04:20

ભારતના મ્યૂઝીક ડીરેકટર એ.આર.રહેમાને મતદાન કર્યુ

09:57:41

સાઉથના સુપરસ્ટાર સુર્યા અને તેમની પત્ની જ્યાતિકાએ મતદાન કર્યુ

09:54:56

ચેન્નાઈ: DMKના પ્રમુખ એમ.કે.સ્ટાલિને મતદાન કર્યુ

09:50:16

તમિલનાડુ: ચેન્નાઈમાં કમલ હસન અને તેમની પુત્રી શ્રુતિ હસને મતદાન કર્યુ

09:44:26

મણિપુર: મણિપુરના મુખ્યમંત્રી N બિરેનસિંહએ મતદાન કર્યુ

09:42:35

કર્ણાટક: કર્ણાટકના મુખ્યમંત્રી HDકુમારસ્વામી, તેમની પત્ની અને તેમના પુત્રએ મતદાન કર્યુ

09:39:28

9 વાગ્યા સુધીની મતદાનની ટકાવારી

આસમ- 9.51%
જમ્મૂ-કાશ્મીર 0.99%
કર્ણાટક- 1.14%
મહારાષ્ટ્ર-0.85%
મણિપુર- 1.78%
ઓડિશા- 2.15%
તમિલનાડુ- 0.81%
ત્રિપુરા-0.00%
ઉત્તરપ્રદેશ-3.99%
પશ્ચિમ બંગાળ-0.55%
છતીસગઢ-7.75%
પોંડીચેરી- 1.62%

09:32:44

બેંગલૂરૂ: RSSના અગ્રણી નેતા દતાત્રેય હોસેબલે મતદાન કર્યુ.

09:29:17

લોકસભા ચૂંટણી: બિહારમાં 8 વાગ્યા સુધી 12.27% મતદાન થયું.

09:22:44

કર્ણાટક: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વવરા અને તેમના પત્નીએ મતદાન કર્યું. 

09:20:10

તમિલનાડુ: DMKના ઉમેદવાર કનીમોઝીએ ચેન્નાઈના અલવરપેટ ખાતેથી પોતાનો વોટ આપ્યો.

09:17:21

મથુરા: મથુરામાં કેન્દ્રીય મિનિસ્ટર શ્રીકાંત શર્માએ મતદાન કર્યું.

09:04:30

જમ્મુ-કશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર ખાતે નવ પરણિત દંપતિ મતદાન મથકે મતદાન કરવા આવી પહોંચ્યા.

08:58:22

ઈલેક્શનનો ઈતિહાસ: કોંગ્રેસ પાર્ટીએ ઈતિહાસમાં સૌથી વધારે 1984ની સાલમાં 415 લોકસભાની સીટ પર વિજય મેળવ્યો હતો.

08:51:50

પોંડિચેરી: પોંડીચેરીના CM વી. નારાયણાસામીએ મતદાન કર્યું.

08:42:27

લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો:  ક્યાં રાજ્યોની કેટલી સીટ પર કેટલા ઉમેદવારો સાથેની દરેક વિગત

08:36:38

લોકસભા ચૂંટણીની રસપ્રદ માહિતી: 

08:30:40

પોંડીચેરી:  ગવર્નર કિરણ બેદી મતદાન કરવા માટે મતદાન મથક ખાતે લાઈનમાં ઉભા છે.

08:23:44

તમિલનાડુ: તમિલનાડુમાં CM પલાનાસામીએ પોતાનો વોટ સાલેમ વિસ્તારમાં આવેલાં મતદાન મથકમાંથી આપ્યો.

08:21:42

તમિલનાડુ: તમિલનાડુમાં કમલ હસને પોતાની દીકરી શ્રૃતિ હસન સાથે પોતાનો મત બુથ નં 27 અલવરપેટ ચેન્નાઈ ખાતેથી આપ્યો છે.

08:18:40

કર્ણાટક: રક્ષામંત્રી નિર્મલા સિતારમને પોતાનો વોટ બુથ નં 54 જયનગર, બેંગ્લોર ખાતેથી આપ્યો છે.

08:13:06

લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો:  માયાવતીએ ફરીથી ચૂંટણી પંચ પર કર્યો હુમલો, સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને દાખવ્યો પોતાનો રોષ

08:09:37

लोकसभा चुनाव 2019: पांचवें चरण के लिए आज, पूनम, कृष्णम और अखिलेश भरेंगे पर्चा. लोकसभा चुनाव के पांचवें चरण में प्रदेश की 14 सीटों पर गुरुवार दोपहर 3 बजे तक नामांकन दाखिल होंगे. लखनऊ संसदीय क्षेत्र से सपा उम्मीदवार व फिल्म अभिनेता शत्रुघ्न सिन्हा की पत्नी पूनम सिन्हा और कांग्रेस उम्मीदवार आचार्य प्रमोद कृष्णम आज नामांकन करेंगे. आज अखिलेश यादव आजमगढ़ से अपना पर्चा भरेंगे.

08:07:02

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાતાઓને મતદાન કરવા માટે કરી અપીલ.

https://twitter.com/narendramodi/status/1118686321826885632

08:04:59

મહારાષ્ટ્ર: કોંગ્રેસ નેતા સુશીલકુમાર શિંદેએ સોલાપુરમાં આવેલા મતદાન મથકમાંથી મતદાન કર્યું છે.

08:02:37

તામિલનાડુ: નલીની ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ અને શ્રીનીદી રંગરાજને શિવગંગા સીટ પરથી કારાઈકુડી મતદાન મથકથી પોતાનો મત આપ્યો.

07:57:45

આસામ: આસામમાં આવેલા સિલચર પોલિંગ સ્ટેશન પર વીવીપેટ મશીન યોગ્ય રીતે કામ કરતું ન હોય તેવી ખબર આવી રહી છે.

07:47:07

लोकसभा चुनाव-2019 

दूसरे चरण के चुनाव में पूर्व प्रधानमंत्री देवेगौड़ा, द्रमुक नेता दयानिधि मारन, ए राजा, कनिमोई, महाराष्ट्र के पूर्ण मुख्यमंत्री अशोक चव्हाण, उत्तर प्रदेश कांग्रेस के अध्यक्ष राजबब्बर, बीजेपी की हेमा मालिनी, नेशनल कांफ्रेस के फारुख अब्दुल्ला और बसपा के दानिश अली शामिल हैं.

1. कर्नाटक की टुमकुर सीट से पूर्व पीएम एचडी देवगौड़ा जेडीएस पार्टी से चुनाव लड़ेंगे.

2.कर्नाटक की मंड्या सीट से कर्नाटक सीएम के बेटे निखिल कुमारास्वामी जेडीएस से लड़ रहे हैं चुनाव.

3. जम्मू-कश्मीर की श्रीनगर सीट से नेशनल कांफ्रेंस अध्यक्ष फारूक अब्दुल्ला हैं मैदान में.

4. जम्मू कश्मीर की उधमपुर सीट से बीजेपी ने डॉक्टर जितेंद्र सिंह को बनाया है उमीदवार.

5. तमिलनाडु की नीलगिरीस लोकसभा सीट से पूर्व केंद्रीय मंत्री और डीएमके पार्टी के ए. राजा की किस्मत दांव पर है.

6. तमिलनाडु की तुत्थूकुडी सीट से डीएमके की कनिमोझी हैं उम्मीदवार हैं.

7. शिवगंगा सीट से पूर्व वित्त मंत्री पी. चिदंबरम के बेटे कार्ति चिदंबरम कांग्रेस पार्टी के टिकट पर लड़ रहे हैं चुनाव.

8. असम की सिल्चर सीट से कांग्रेस प्रत्याशी सुष्मिता देव चुनावी मैदान में हैं.

9. यूपी की मथुरा सीट से फिल्म अभिनेत्री और मौजूदा बीजेपी सांसद हेमा मालिनी चुनावी सीट पर लड़ रहे हैं चुनाव.

10. यूपी की फतेहपुर सीकरी सीट पर कांग्रेस के प्रदेश अध्यक्ष राज बब्बर हैं उम्मीदवार हैं.

11. बिहार की कटिहार सीट से तारिक अनवर कांग्रेस के उम्मीदवार हैं.

12. महाराष्ट्र की सोलापुर लोकसभा सीट से कांग्रेस की ओर से पूर्व गृहमंत्री सुशील कुमार शिंदे एक बार फिर चुनाव मैदान में हैं.

13. महाराष्ट्र की बीड सीट से बीजेपी ने गोपीनाथ मुंडे की बेटी प्रीतम मुंडे को मैदान में हैं.

14. महाराष्ट्र के पूर्व सीएम अशोक चव्हाण इस बार लोकसभा सीट से मैदान में है.

उम्मीदवारों की सूची में कलकत्ता उच्च न्यायालय के पूर्व न्यायाधीश सी एस कर्णन भी शामिल हैं. वह चेन्नई लोकसभा क्षेत्र से एंटी करप्शन डायनमिक पार्टी के उम्मीदवार के रूप में चुनाव मैदान में हैं.

आयोग ने मतदान के मद्देनजर सुरक्षा के व्यापक इंतजाम किये हैं. जम्मू कश्मीर में केन्द्रीय सुरक्षा बल की 80 कंपनियां तैनात की गयी हैं. वहीं पश्चिम बंगाल की तीन सीटों पर कुछ इलाकों में सुरक्षा के लिहाज से संवेदनशील क्षेत्रों को देखते हुए सुरक्षा बलों की 194 कंपनियां तैनात की गयी है.

મથુરા: અભિનેત્રી હેમા માલિની ભાજપમાંથી લડી રહ્યાં છે તો કોંગ્રેસમાં તેમની સામે મહેશ પાઠક ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપ મથુરા સીટ 1991થી જીતી રહી છે.

07:40:58

બેંગ્લોર:  બેંગ્લોર સાઉથની સીટ મહત્વની બની રહે છે કે કારણ કે ત્યાંથી ભાજપના તેજસ્વી સૂર્યાની સામે કોંગ્રેસના હરિપ્રસાદ ચૂંટણી લડી રહ્યાં છે. 28 વર્ષના તેજસ્વી સૂર્યા ભાજપના આઈટી સેલના હેડ છે.

07:34:44

તમિલનાડુ: કોંગ્રેસ નેતા પી.ચીદમ્બરમે પોતાનો વોટ આપ્યો.

 

07:28:11

તમિલનાડુ: અભિનેતા રજનીકાંતે ચેન્નાઈ સેન્ટ્રલ લોકસભા સીટ પરના સ્ટેલા મેરિસ કોલેજના પોલીગ સ્ટેશન પરથી પોતાના વોટ આપ્યો.

 

07:26:05

લોકસભા ચૂંટણી-2019: હાલની 95 સીટમાંથી 53 સાંસદોની ટિકીટ કાપીને તેની જગ્યાએ નવા ઉમેદવારોને પાર્ટીએ ઉતાર્યા છે. જો યુવા મતદારોની વાત કરીએ તો સૌથી વધારે યુવા મતદારો આ તબક્કાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી છે. જેમાં 21 લાખ યુવાન ઉમેદવારો છે. બિહારની કિશનગંજ સીટ પર સૌથી વધારે 70 ટકા મુસ્લિમ ઉમેદવારો છે.

07:19:14

લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો:  આજે તમિલનાડુની 39માંથી 38 લોકસભાની સીટ, બિહારની 5, જમ્મુ-કશ્મીરની 2, ઉત્તરપ્રદેશની 8, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10 અને પશ્ચિમ બંગાળની 3 સીટ પર મતદાન યોજાશે.

07:13:14

મતદાન: 15.8 કરોડ મતદારો બીજા તબક્કાની ચૂંટણીમાં 1635 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે

07:05:08

લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો: દેશના 12 રાજ્યોની 95 સીટ પર મતદાન

Phase-1 Voting (18 રાજ્યો, 2 કેન્દ્રશાસિત પ્રદેશની 91 સીટ પર મતદાન)

18:32:52

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો: 5 વાગ્યા સુધીમાં આસામમાં 68 ટકા મતદાન થયું.

18:29:28

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો: બપોરના 5 વાગ્યા સુધીના આંકડા આવ્યા સામે, મણિપુરમાં 78.20 ટકા, નાગપુરમાં 53.13 ટકા મતદાન થયું.

18:23:27

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો: બપોરના 5 વાગ્યા સુધીના આંકડા આવ્યા સામે, લક્ષદ્વીપમાં 65.9 ટકા મતદાન.

18:20:35

ઓડિશા: માઓવાદી હુમલાના ડરથી ચિત્રકોડા અને માથિલી બ્લોકનાં 15 મતદાન કેન્દ્રો પર એક પણ વોટ ન પડ્યો.

18:15:19

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો: બપોરના 5 વાગ્યા સુધીના આંકડા આવ્યા સામે, ઉત્તરપ્રદેશમાં 59.77 ટકા, મહારાષ્ટ્રમાં 55.78 ટકા મતદાન

18:05:35

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો: બપોરના 5 વાગ્યા સુધીના આંકડા આવ્યા સામે, યૂપીના સહારાનપુરમાં 63 ટકા, ગાઝિયાબાદમાં 53 ટકા, બિહારની ચાર સીટો પર 50.26 ટકા, તેલંગાણામાં 60.57 ટકા,  મેઘાલયમાં 62 ટકા મતદાન

17:57:50

આંધ્રપ્રદેશ: કુરનુલમાં ટીડીપી અને વાયઆરએસ કાર્યકરો વચ્ચે ફરીથી થઈ અથડામણ.

17:49:56

છત્તીસગઢ: નક્સલીઓએ ચૂંટણી અધિકારી પર હુમલો કર્યો, નારાયણપુર જીલ્લાના ઓરછા વિસ્તારમાં ચૂંટણી પૂર્ણ કર્યા પરત ફરી રહ્યા હતાં અધિકારીઓ.

17:36:44

સુરત: નવસારી લોકસભા બેઠકના રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર હીરામણી શર્માની છેતરપિંડીના કેસમાં ધરપકડ.

17:32:20

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો: બપોરના 5 વાગ્યા સુધીમાં ગૌતમ બુધ્ધ નગરમાં 57.63 ટકા મતદાન થયું.

17:30:11

ઉત્તર પ્રદેશ: મુખ્ય ચૂંટણી અધિકારી લખનૌમાં સાંજે 7 વાગ્યે મીડિયા સાથે કરશે વાત.

17:07:14

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો : બપોરના 3 વાગ્યા સુધી પ્રાપ્ત થયેલાં આંકડાઓ અનુસાર યૂપીના બિજનૈરમાં 50.51 ટકા, ઔરંગાબાદમાં 38.50 ટકા, ગયામાં 44 ટકા, નવાદામાં 43 ટકા, હરિદ્વાર બેઠક પર 61 ટકા મતદાન થયું.

16:37:51

કૈરાના: ઓળખપત્ર વિના મતદાન કરવા આવેલા મતદારોને રોકતા થયો વિવાદ, BSFએ કર્યું હવામાં ફાયરિંગ.

16:26:04

બિહાર: નવાદા લોકસભા ક્ષેત્રના ગોવિંદપુર ગામમાં હંગામો, RJD ના સમર્થકોએ કર્યો હંગામો, બન્ને પક્ષોએ કર્યા ફાયરિંગ.

16:06:49

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો : બપોરના 3 વાગ્યા સુધી પ્રાપ્ત થયેલાં આંકડાઓ અનુસાર ઉત્તરપ્રદેશમાં 50.86, નાગાલેન્ડમાં 68 ટકા, તેલગાંણામાં 48.94 ટકા, આસામમાં 59.5 ટકા , મેઘાલયમાં 55 ટકા, લક્ષદ્વીપમાં 51.25 ટકા, ઉતરાખંડમાં 46.59 ટકા અને મણિપુરમાં 68.90 ટકા મતદાન થયું.

15:40:42

તેલગાંણા: તેલગાંણા કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીને હૈદરાબાદના પોલિંગ બુથ નંબર 71 પર  મતદાન કર્યું હતું.

15:26:51

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશની અમેઠી સીટથી લોકસભાની ચૂંટણી લડવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ ઉમેદવારી પત્ર ભરતા પહેલાં સ્મૃતિ ઈરાનીએ હવન-પૂજા પણ કરી હતી.

 

15:08:40

આંધ્રપ્રદેશ:  આંધ્રપ્રદેશના અનંતપુરમાં ટીડીપી અને વાયએસઆરસીપી કાર્યકર્તાઓની વચ્ચે વિવાદ થયો હતો જેને લઈને પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને મારામારી થઈ ગઈ હતી. ટીડીપી નેતા ચિંતા ભાસ્કરને આ મારામારીમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

14:27:14

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો:  બપોરના 1 વાગ્યા સુધી પ્રાપ્ત થયેલાં આંકડાઓ અનુસાર નાગાલેન્ડમાં 57 ટકા, મણિપુરમાં 53.44 ટકા, ઉત્તરાખંડમાં 27 ટકા, મિઝોરમમાં 43.38 ટકા, તેલગાંણામાં 38.8 ટકા, અરુણાચલમાં 40.95 ટકા લોકોએ મતદાન કર્યું છે.

13:57:52

ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં 1 વાગ્યા સુધી 41.27 ટકા મતદાન નોંધાયું છે.  અમુક વિસ્તારોમાં પહોંચવા માટે પણ ચૂંટણી વિભાગના અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પણ હાલ સુરક્ષા વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે.

ચૂંટણી સામગ્રી સાથે કર્મચારીઓ

13:52:38

મહારાષ્ટ્ર:  મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કર્યું મતદાન.

13:41:23

બિહાર: સવારથી 1 વાગ્યા સુધીમાં બિહારની નવાડા લોકસભા સીટ પર 37 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ જ સમયગાળામાં ઔરંગાબાદમાં 34.60 ટકા મતદાન નોંધાયું છે.

13:35:03

મતદાનની ટકાવારી: લોકસભાની ચૂંટણીને પ્રથમ તબક્કાના મતદાનમાં સવારે 11 વાગ્યાથી લઈને બિજનૌરમાં 25.10 ટકા, મેરઠમાં 21.80 ટકા, બાગપતમાં 25 ટકા, ગાજિયાબાદમાં 22.40 અને ગૌતમબુદ્ધનગરમાં 24.24 ટકા મતદાન નોંધાયું છે. સહારનપુરમાં જોવા જઈએ તો 25.60 ટકા, કૈરાનામાં 24 ટકા અને મુજફ્ફનગરમાં 26.40 ટકા મતદાન નોંધાયું છે.

13:24:43

હરીદ્વાર:  યોગ ગુરુ બાબા રામદેવ પણ હરીદ્વાર લોકસભાની સીટ પરથી મતદાન કરવા આવી પહોંચ્યા હતા.

13:16:10

સોનિયા ગાંધીએ પૂજા અને હવનનું આયોજન કર્યું હતું. આ પછી તેઓ રાયબરેલી સીટ પર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે. તેમની સાથે રાહુલ ગાંધી પણ જોડાયા હતા.  પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ સમયે હાજરી આપી હતી.

13:07:17

લોકસભા-2019:  જમ્મુ અને બારામુલ્લા લોકસભાની સીટ પર 24.66%, પશ્ચિમ બંગાળની 2 સીટ પર 38.08% અને ત્રિપુરાની એક લોકસભા સીટ પર 11 વાગ્યા સુધીમાં 26.5% મતદાન નોંધાયું.

12:50:13

સિક્કીમ:  સિક્કીમમાં આવેલી થેગુ પ્રાઈમરી સ્કૂલના બૂથ પર 13200 ફૂટની સમુદ્રતળથી ઉંચાઈએ પણ લોકો મોટીસંખ્યામાં કરી રહ્યાં છે મતદાન.

12:45:34

આંધ્રપ્રદેશ: જનસેનાના ચીફ તેમજ અભિનેતા પવન કલ્યાણે વિજયવાડામાં આવેલી  ચૈતન્ય સ્કૂલના મતદાન મથકેથી મતદાન કર્યું હતું.

12:32:52

 વોટ કરો: પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે હરીદ્વાર લોકસભાની સીટ પરથી મતદાન કર્યું હતું. તેઓ આ લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં છે અને તેમનો સીધો જ મુકાબલો કોંગ્રેસના અંબરીશ કુમારની સાથે છે.

12:25:19

ઉત્તર પ્રદેશ: અમેઠી સીટ પર ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલાં સ્મૃતિ ઈરાનીએ પોતાના ઘરે પૂજાનું આયોજન કર્યું હતું. સ્મૃતિ ઈરાનીના પતિ ઝૂબીન ઈરાની પણ આ પૂજામાં જોડાયા હતા.

12:17:31

3 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ છે આ વખતની લોકસભા ચૂંટણીના મેદાનમાં

સુશીલ કુમાર શીંદે

1. રમેશ પોખરિયાલ નિશંકએ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. હરિદ્વારથી ભાજપ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ કુમાર છે.

2. સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી છે અને તે શોલાપુરથી ચૂંટણી લડશે. ત્યાં ભાજપ સિવાય પ્રકાશ આંબેડકરથી તેમની સીધી ટક્કર થશે.

3. હરીશ રાવતએ ઉત્તરાખંડના પૂર્વ સીએમ છે. જે નૈનિતાલ-ઉદ્યમનગરથી ચૂંટણી લડી રહ્યાં છે અને તેમનો સીધો મુકાબલો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ સાથે છે.

12:06:13

મોદી Vs રાહુલ: 11 માર્ચથી 9 એપ્રિલ સુધીના સમયગાળામાં   લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ 35 રેલી કરી તો નરેન્દ્ર  મોદીએ 33 રેલી કરી. 

11:59:28

લોકસભા 2014 Vs લોકસભા 2019: પ્રથમ તબક્કાની 91 સીટમાંથી ગત લોકસભા 2014ની ચૂંટણીમાં ભાજપને 32 સીટ મળી હતી. કોંગ્રેસને 7 સીટ મળી હતી જ્યારે ક્ષેત્રીય અને અપક્ષના ભાગમાં 52 સીટ આવી હતી. ભાજપે યુપીની 8માંથી 8 સીટ, મહારાષ્ટ્રની 7માંથી 5, આસામની 5માંથી 4 અને બિહારની 4 સીટમાંથી 3 લોકસભા સીટ પર જીત મેળવી હતી.

 

11:51:44

લોકસભા ચૂંટણી 2019: સૌથી અમીર ઉમેદવાર કોંગ્રેસના વિશ્વેવર રેડ્ડી જે તેલગાંણાની ચેવેલ્લા લોકસભાની સીટ પરથી લડી રહ્યાં છે. તેમની સંપતિ આશરે 895 કરોડ રુપિયાની છે.

11:46:28

મહારાષ્ટ્ર: શિવસેનાના ઉમેદવાર કૃપાલ તુમાનેએ રામટેક લોકસભાની સીટ પરથી મતદાન કર્યું.

11:44:28

મહારાષ્ટ્ર: ભાજપના નેતા હંસરાજ આહિરે ચંદ્રપુર લોકસભાની સીટ પરથી મતદાન કર્યું, હંસરાજ આહિર ભાજપના દિગ્ગજ નેતા છે.

11:39:11

ચૂંટણી પંચની તૈયારી: લોકસભાની ચૂંટણીને લઈને મતદાન વખતે ઉપયોગમાં લેવા 33 કરોડ રુપિયાની શાહી ખરીદવામાં આવી છે. 10 મીલીલીટરની એક બોટલથી 700 જેટલાં લોકોની આંગળીઓ પર શાહીનું નિશાન લગાવી શકાય છે અને આ શાહીને સુકાતા 10 સેકન્ડ જેટલો જ સમય લાગે છે.

11:33:04

લોકસભા ચૂંટણી-2019: પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11 વાગ્યા સુધીમાં 27% મતદાન નોંધાયું છે.

11:27:45

મેઘાલય: મેઘાલય ભાજપના રાજ્યના વાઈસ પ્રેસિડેન્ટ રિકમાન જી મોમીન, સાનબોર સુલાઈએ ભાજપના દિગ્ગજ નેતા છે. પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા અને વિંસેન્ટ એચ પાલા કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારો છે. એનપીપીમાંથી અગાથા સંગમા દિગ્ગજ નેતા છે.

11:15:17

મહારાષ્ટ્ર: ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી હંસરાજ આહિર અને નીતિન ગડકરી ભાજપમાંથી, કૃપાલ બાલાજી શીવસેનામાંથી ચૂંટણી લડી રહેલાં દિગ્ગજ નેતા છે. કોંગ્રેસમાંથી સુરેશ નારાયણ ધાનોરકર, નાના પટોલે અને માણેકરાવ ઠાકરે પણ દિગ્ગજ નેતાઓ છે.

11:02:59

ઉત્તરાખંડ:  નૈનિતાલ ભાજપના નેતાએ લોકોને લોકશાહીને મજબૂત બનાવવા માટે મત કરવાની અપીલ કરી

10:59:24

LokSabha Elections 2019: નાગપુર લોકસભાની સીટના 220 પોલિંગ બુથ પરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાનો મત આપ્યો, કહ્યું કે 2014ની લોકસભાની ચૂંટણી કરતાં ભાજપ વધારે સીટોથી જીતશે.

 

10:48:05

મતદાનની ટકાવારી: લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સવારના 9 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળ 10.2% , મિઝોરમ 17.5% , છત્તીસગઢ- 10.2% અને મણિપુરમાં 15.6% મતદાન નોંધાયું.

10:27:56

ચૂંટણી પંચની તૈયારી: ચૂંટણી પંચે 10 લાખ મતદાન મથકો 543 લોકસભાની સીટની ચૂંટણીને લઈને તૈયાર કર્યા છે.

10:18:48

નાગપુર: નીતિન ગડકરીએ મત આપવા જતા પહેલા મૌલવીને મળવા પહોંચ્યા.

10:15:36

હૈદરાબાદ: AIMIM પાર્ટીના નેતા ઔવેસીએ હૈદરાબાદ શહેરમાંથી મતદાન કર્યું. તે ત્રણ વખતથી સીટીગ સાંસદ છે.

10:08:55

લોકસભા ચૂંટણી 2019:  મતદાનની ટકાવારી 9 વાગ્યા સુધી:  તેલગાંણા-10.6%, અંદમાન અને નિકોબાર-5.83%, આસામ- 10.2%  અને અરુણાચલ પ્રદેશ- 13.3%

10:04:37

નાગપુર: વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિએ મતદાન કર્યું.

10:00:48

આંધ્રપ્રદેશ: જનસેના પાર્ટીના ઉમેદવાર મધુસૂદન ગુપ્તાએ આંધ્રપ્રદેશની અનંતપુર જિલ્લામાં ઈવીએમને તોડવાનો પ્રયાસ કર્યો. ઈવીએમમાં નામ બરોબર ન દેખાતું હોવાથી આવું કર્યું, પોલીસે હાલ તેમની અટકાયત કરી છે.

09:42:42

ઉત્તર પ્રદેશ: સવારના 9 વાગ્યા સુધીમાં વેસ્ટ યુપીમાં થયેલાં મતદાનની ટકાવારી, ગાજિયાબાદ- 12%, કૈરાના-10%, બાગપત-11%, ગૌતમબુદ્ધનગર-9%, નોયડા વિધાનસભાક્ષેત્ર- 9.5% અને દાદરી વિધાનસભાક્ષેત્ર- 7.3%

09:37:24

તેલગાંણા: ટીઆરએસની કે.કવિતાએ નિજામાબાદ લોકસભાની સીટ પર પોથંગલ બૂથ પર મતદાન કર્યું. કવિતા તેલગાંણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની દીકરી છે.

09:34:30

ઉત્તરાખંડ: મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંગ રાવતે દેહરાદૂનના બુથ નંબર 124 પરથી મતદાન કર્યું.

 

09:30:50

લોકસભા ચૂંટણી મહાસંગ્રામ 2019:  જુઓ ક્યાં રાજ્યની કેટલી સીટ પર થઈ રહ્યું છે મતદાન

09:28:30

ઉત્તર પ્રદેશ:  આજે ઉત્તર પ્રદેશની 8 સીટ પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. યુપીના મુખ્યમંત્રીએ વધારેમાં વધારે મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે.

09:17:55

મહારાષ્ટ્ર: 92 વર્ષના ડી.એન.સંઘાણીએ કર્યું મતદાન, ઝડપી અપડેટ માટે ટીવીનાઈન ગુજરાતીના ટ્વિટર પેજને ફોલો કરો અહીંયા: https://twitter.com/tv9gujarati

09:09:45

મતદાન: બિહારની નવાડા સીટ પર સવારના 8.30 વાગ્યા સુધી થયું 9% મતદાન તો સહરાનપુરમાં એક કલાકમાં 4% મતદાન નોંધાયું.

09:02:42

છત્તીસગઢ: છત્તીસગઢની બસ્તર સીટના નારાયણપુરમાં ચૂંટણી પહેલા જ IED બ્લાસ્ટ કર્યો, 5 લોકોની ધરપકડ કરાઈ, કોઈ જાનહાની નહીં. નક્સલીઓ સતત ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યાં છે અને તેને લઈને ફરમાન પણ જાહેર કર્યું છે.

પ્રતિકાત્મક તસવીર

08:59:14

બિહાર: ચંદનકુમાર બિહારની નવાડા સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ LJPના ઉમેદવાર છે. RJDના વિભા દેવી મહાગઠબંધન સીટ પરથી લડી રહ્યાં છે. તેણી પૂર્વ ધારાસભ્ય રાજ વલ્લભ યાદવના પત્ની છે જેમને બળાત્કારના ગુનામાં હોદ્દાથી દૂર કરવામાં આવ્યા હતા.

08:53:16

બિહાર: બિહારમાં પ્રથમ તબક્કામાં 4 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે જેમાં ગયા, નવાડા, ઔરંગાબાદ અને જમુઈનો સમાવેશ થાય છે. ભાજપે ત્રણ સીટ ગયા, નવાડા અને ઔરંગાબાદ પર 2014ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. જ્યારે LJPએ જમુઈ સીટ પર પોતાનો પરચમ લહેરાવ્યો હતો.

08:44:35

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી નાગપુર લોકસભાની સીટ પર 2014માં  જીત્યા હતા. કોંગ્રેસ પાર્ટીનો આ સીટ પર 1998થી લઈને 2009 સુધી કબજો હતો. કોંગ્રેસના નાનાભાઉ પટોલે આ વખતે નિતીન ગડકરીની સામે ચૂંટણી લડી રહ્યાં છે.

 

08:38:57

નાગપુર: નાગપુરમાં બૂથ નં-126 પર ભૈયાજી જોશીએ મતદાન કર્યું, નાગપુર લોકસભા સીટ પરથી ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરી મેદાનમાં છે.

08:28:16

મેરઠ: મેરઠમાં રાજકીય ઈન્ટર કોલેજમાં બૂથ પર 4 ઈવીએમમાં ખામી, પ્રાથમિક શાળામાં 2 ઈવીએમમાં ખામી હોવાના કારણે મતદાન રોકાયું, ઈવીએમમાં ખામીના કારણે લોકોમાં નારાજગી.

 

ઉત્તરાખંડ:  ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા

 

08:24:56

અમરાવતી: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રા બાબુ નાયડુએ પોતાના પરીવાર સાથે અમરાવતી લોકસભા સીટ પરથી કર્યું મતદાન

08:21:13

ગાજિયાબાદ: ભાજપના વી.કે.સિંહ ગાજિયાબાદ સીટ પરથી મતદાન કરવા મતદાન સ્થળ પહોંચ્યા.

08:15:48

ગાજિયાબાદ: લોની બલરામનગર આદર્શ સખી બૂથ પર મહિલાઓને ફૂલોની માળા પહેરાવીને મતદાન બૂથ પર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

08:10:52

જમ્મુના ગાંધીનગર બૂથ 15 અને 16 પર મતદાન થયુ શરુ, 2 લોકસભાની સીટ માટે યોજાઈ રહી છે જમ્મુમાં ચૂંટણી

08:06:57

ઉત્તરાખંડના દેહરાદૂનમાં બૂથ 75 પર ઈવીએમમાં ખરાબીના કારણે મતદાન પ્રક્રિયા ખોરવાઈ

08:00:28

ક્યાં દિગ્ગજ નેતાઓનું રાજકીય કરીયર છે દાવ પર?

બેઠક બાગપત (મેપ બેઠક ઉમેદવાર વર્સિસ)
ડૉ. સત્યપાલસિંહ ભાજપ
જયંતસિંહ ચૌધરી RLD

——————–

બેઠક મુઝફ્ફરનગર (મેપ બેઠક ઉમેદવાર વર્સિસ)
સંજીવ બાલિયાન ભાજપ
અજીતસિંહ ચૌધરી RLD

——————–

બેઠક કૈરાના (મેપ બેઠક ઉમેદવાર વર્સિસ)
પ્રદીપ ચૌધરી ભાજપ
તબસ્સુમ હસન RLD
હરેન્દ્ર મલિક કૉંગ્રેસ

——————–
બેઠક ગૌતમ બુદ્ધ નગર
ડૉ. મહેશ શર્મા ભાજપ

——————–
બેઠક જમુઇ
ચિરાગ પાસવાન LJP
ભૂદેવ ચૌધરી RLSP

——————–

બેઠક ગયા
વિજય માંઝી જેડીયુ
જીતનરામ માંઝી HAM

——————–
બેઠક નવાદા
ચંદનકુમાર LJP
વિભા દેવી RJD

——————–

બેઠક નાગપુર
નીતિન ગડકરી ભાજપ
નાના પટોલે કૉંગ્રેસ

——————–
બેઠક ગઢચિરૌલી-ચિમૂર
અશોક નેતે ભાજપ
નામદેવ ઉસેંડી કૉંગ્રેસ

——————–
બેઠક વિશાખાપટ્ટનમ
પુરન્દેશ્વરી ભાજપ

——————–

બેઠક નિઝામાબાદ
કે. કવિથા TRS

——————–
બેઠક હૈદરાબાદ
અસદુદ્દીન ઓવૈસી AIMIM
ડૉ. ભગવંત રાવ ભાજપ
પુસ્તે શ્રીકાંત TRS

——————–
બેઠક નૈનીતાલ
અજય ભટ્ટ ભાજપ
હરીશ રાવત કૉંગ્રેસ

——————–

બેઠક ગઢવાલ (Garhwal)
તીરથસિંહ રાવત ભાજપ
મનિષ ખંડૂરી કૉંગ્રેસ

——————–

બેઠક અરૂણાચલ પશ્ચિમ
કિરણ રિજીજુ ભાજપ
નાબામ ટુકી કૉંગ્રેસ

07:56:40

કુલ રાજ્યો-20
કુલ બેઠક- 91
કુલ ઉમેદવાર- 1279

ક્યાં રાજ્યોમાં કેટલાં ઉમેદવારો?

અરૂણાચલ- 12
આંધ્રપ્રદેશ- 319
આસામ- 41
બિહાર- 44
છત્તીસગઢ- 7
જમ્મુ-કાશ્મીર- 33
મહારાષ્ટ્ર- 122
મેઘાલય- 9
મણીપુર- 8
મિઝોરમ- 6
નાગાલેન્ડ- 4
ઓડિશા- 26
સિક્કિમ- 11
તેલગાંણા- 443
ત્રિપુરા- 13
ઉત્તર પ્રદેશ- 96
ઉત્તરાખંડ- 52
પશ્ચિમ બંગાળ- 18
અંદમાન-નિકોબાર- 15
લક્ષદ્વિપ- 6

5 સૌથી ગરીબ ઉમેદવાર

1. નાલ્લા પ્રેમ કુમાર,  તેલંગાણા,  ચેવેલ્લા, રુ. 500
2. રાજેન્દ્ર કેન્દ્રુકા,  ઓડિશા,  કોરાપુત, રુ.  565
3. અલાકુંતા રાજન્ના,  તેલંગાણા,  નિઝામાબાદ, રુ.  1000
4. જયદુપ્પલિ યદૈહ,  તેલંગાણા,  ચેવેલ્લા, રુ.  1000
5. ઇરૂગુરાલા ભાગ્યલક્ષ્મી,  તેલંગાણા,  પેદાપલ્લે, રુ 2000

07:50:20

5 સૌથી ધનવાન ઉમેદવાર

1. કોન્ડા વિશ્વેશ્વર રેડ્ડી,  તેલંગાણા ચેવેલ્લા,  8,95,01,79,170 (895 કરોડ એક લાખ 79 હજાર 170)
2. પ્રસાદ વીરા પોટ્લુરી,  આંધ્રપ્રદેશ વિજયવાડા,  3,47,76,16,326 (347 કરોડ 76 લાખ 16 હજાર 326)
3. કનુમુરૂ રઘુરામાક્રિષ્નરાજુ,  આંધ્રપ્રદેશ નરસાપુરમ,  3,25,94,05,378 (325 કરોડ 94 લાખ 5 હજાર 378)
4. જયાદેવ ગાલા,  આધ્રપ્રદેશ ગુંટુર,  3,05,14,85,242 (305 કરોડ 14 લાખ 85 હજાર 242)
5. મલૂક નાગર,  ઉત્તર પ્રદેશ,  બિજનોર 2,49,96,28,021 (249 કરોડ 96 લાખ 28 હજાર 21)

07:49:01

પ્રથમ તબક્કાની લોકસભા ચૂંટણી-2019

-91 બેઠકો પર મતદાન
-20 રાજ્યોમાં ચૂંટણી
-કુલ ઉમેદવારો 1279
-કુલ મતદારો 14 કરોડ 21 લાખ 64 હજાર 537
-1 લાખ 70 હજાર 664 મતદાન બૂથ
-સૌથી વધુ આંધ્ર પ્રદેશની 25 બેઠકો પર મતદાન
-તેલંગાણાની 17 બેઠકો પર મતદાન
-ઉત્તર પ્રદેશની 8 બેઠકો, 7 પર નેતાઓનો પરિવાર મેદાને
-ભાજપ, કૉંગ્રેસ, TDP, YSRC, TRSએ પરિવારનો વધુ આપી ટિકિટ
-38 ટિકિટ પરિવારમાં વહેંચાઇ
-44 ઉદ્યોગપતિઓને અપાઇ ટિકિટ
-TDP, YSRC, TRSમાં સૌથી વધુ ઉદ્યોગપતિ મેદાને
-213 ઉમેદવાર સામે ગુનાહિત કેસ
-146 ઉમેદવાર સામે ગંભીર ગુનાહિત કેસ
-10 ઉમેદવાર સામે હત્યાના કેસ
-25 ઉમેદવાર સામે હત્યાના પ્રયાસનો કેસ

07:43:38

ગૂગલે પોતાના સર્ચ એન્જિન પર ડુડલ બનાવીને કરી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ

07:39:16

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં RSS સરસંઘ સંચાલક મોહન ભાગવતે નાગપુર લોકસભાની સીટ પરથી કર્યું મતદાન, કહ્યું મતદાન કરવું એ દરેકની ફરજ છે.

07:34:30

વડાપ્રધાન મોદીએ દેશની જનતાને મતદાન કરવા માટે કરી અપીલ કહ્યું કે લોકતંત્રના તહેવારમાં જરુરથી ભાગીદારી નોંધાવો અને વધારેમાં વધારે મતદાન કરો.

https://twitter.com/narendramodi/status/1116151121159032832

07:31:57

દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 91 લોકસભાની બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન ભારે સુરક્ષા વચ્ચે શરુ

19:14:30

The maximum 17 withdrawals were reported from the Gandhinagar parliamentary seat where BJP candidate Amit Shah is facing Congress’ sitting MLA CJ Chavda. Gujarat will go to polls for the Lok Sabha elections on April 23 in a single phase for all the 26 seats.

19:12:54

Here you will get all live updates related to 2019 Lok Sabha Elections very fast.

 

Hits: 892

WhatsApp chat