ચૂંટણી જીતી હોવા છતાં હેમા માલિની અને સની દેઓલ સંસદમાં સાથે નહીં બેસી શકે, આ રહ્યું કારણ

ભારતની 17મી લોકસભાની ચૂંટણીમાં વિવિધ પાર્ટીઓએ બોલીવુડના સિતારાઓને પણ ચૂંટણી લડવાનો મોકો આપ્યો હતો. જેમાં કોઈ જીત્યા તો કોઈને હારનો સામનો પણ કરવો પડ્યો. સની દેઓલ અને હેમા માલિની ફરીથી ચૂંટાઈને સાંસદ બન્યા છે.

 

 

આ અભિનેતાઓમાં સની દેઓલે ભાજપની તરફથી ચૂંટણી લડી હતી અને તેઓએ જીત હાસિલ કરી છે. તેમના માતા અને જાણીતા અભિનેત્રી હેમા માલિનીએ પણ ભાજપ તરફથી મથુરા લોકસભાની સીટ પરથી પોતાની વિજય પતાકા લહેરાવી દીઘી છે. આ બંને હવે સંસદમાં જશે પણ માતા અને દીકરો એકીસાથે સંસદમાં નહીં બેસી શકે.

READ  લોકસભા ચૂંટણીમાં સની દેઓલની ચર્ચા ઘણી કરવામાં આવી પણ આ ફિલ્મી ગાયકે સૌથી વધુ માર્જીન સાથે વિરોધીને હરાવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આની પાછળનું કારણ એ નથી કે બંને વચ્ચે કોઈ વિવાદ છે પણ એ છે કે હેમા માલિની અગાઉ પણ જીતેલાં હોવાથી તે સિનિયર સાંસદ છે અને સની દેઓલ પ્રથમ વખત ચૂંટાયા હોવાથી તે જૂનિયર સાંસદ છે. જે પણ સિનિયર સાંસદ હોય તે સંસદની પ્રથમ હરોળમાં બેસે છે જ્યારે નવા ચૂંટાઈને આવેલાં સાંસદને પાછળ જગ્યા આપવામાં આવે છે. આમ ભલે તેઓ માતા અને દીકરાનો સંબંધ ધરાવતા હોય પણ એકબીજાની સાથે બેસીને સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં.

READ  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારમાં બેદરકારી! ડૉક્ટર ક્યારે આવે તેની ખબર નથી: નર્સ

આ પણ વાંચો:  આ ચીભડાંની કિંંમત જાણીને તમે કહેશો કે ના હોય, આટલા રુપિયામાં કોઈપણ ના ખરીદે!

સની દેઓલે પંજાબની ગુરુદાસપુર સીટ પરથી ભાજપમાં જીત મેળવી છે તો હેમા માલિનીએ મથુરા સીટ પર પોતાની વિજય પતાકા લહેરાવી છે. આમ માતા અને દીકરા એકીસાથે સંસંદમાં જવાનો મોકો મળશે પણ તેઓ સદનની કાર્યવાહીમાં એકીસાથે બેસીને ભાગ લઈ શકશે નહીં.

READ  VIDEO: કેશોદમાં કમોસમી વરસાદ ખાબક્યો, માર્કેટ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પલળ્યો

 

Poor farmers get income tax notice in Bharuch, stage protest | TV9News

FB Comments