જાણો આ ઉત્તરાયણ પર કયા સમયે હશે ફૂલ પવન, પતંગ ઉંચે આકાશમાં ચગશે કે છૂટ અપાવીને થાકી જશો વાંચો આ ખબરમાં

નવા વર્ષે કોઈ પણ ગુજરાતીને સૌથી વધુ કોઈ વાતની ચિંતા રહેતી હોય તો તે છે કે આ ઉત્તરાયણે પવન કેવો રહેશે? પહેલાની જેમ આ ઉત્તરાયણ ના બગડે તો સારું તેવા વિચારો જાન્યુઆરી 14 પહેલા લોકોના મનમાં ચાલ્યા કરે. 

14 અને 15 જાન્યુઆરી આ બંને દિવસના તહેવારો એવા છે કે જેમાં ગુજરાતી મિજાજ દેખાઈ આવે. આખુ આકાશ રંગબેરંગી પતંગોથી થવાઈ જાય. અને અંધારૂ ન થાય ત્યાં સુધી કોઈ ધાબેથી નીચે ઉતરવાનું નામ ન લે. પણ જો ઉત્તરાયણના દિવસે પવન જ ન હોય તો જાણે કેટલાંયે લોકોના માથે દુ:ખોનો પહાડ તૂટી પડે.

ન માત્ર ગુજરાત, પરંતુ સમગ્ર દેશના કેટલાંયે રાજ્યોમાં ઉત્તરાયણની જોરદાર ઉજવણી કરવામાં આવે. ત્યારે હવે વર્ષ 2019નો પણ હાલનો સૌથી મોટો પ્રશ્ન છે કે આ ઉત્તરાયણમાં હવા રહેશે કે નહીં? અને હવા હશે તો પણ પતંગ સહેલાઈથી ચગી જાય તેટલી હશે કે નહીં. તમારા આ તમામ સવાલોનો આ જવાબ અહીં મળી રહેશે.

14 જાન્યુઆરી, ઉત્તરાયણના દિવસે પવન હશે કે નહીં?

Good News! ગુજરાતીઓ થઈ જાઓ ખુશ, કારણ કે આ ઉત્તરાયણે સારો પવન રહેશે. સામાન્ય રીતે પવન ચગાવવા માટે પવનની સ્પીડ 8થી 10 kmph હોવી જોઈએ. જ્યારે કે AccuWeather એપ્લિકેશન પ્રમાણે આ ઉત્તરાયણના રોજ 13 kmphની ઝડપે પવન ફૂંકાશે.

જ્યારે કે ઉત્તરાયણના દિવસે પણ બપોરનો સમય પતંગ ચગાવવા માટે શ્રેષ્ઠ રહેશે. કારણ કે બપોરના સમયે પવનની સ્પીડ રહેશે 15 kmph. જ્યારે કે સવારે 13 kmph અને સાંજના સમયે 7 kmphની રહેશે. એટલે ઉત્તરાયણ 2019ની ભરપૂર મજા માણવી હોય તો સવારથી ધાબે ચઢી જજો અને બપોર સુધી પતંગ ચગાવવા પૂરતો પવન રહેશે.

ઉત્તરાયણના દિવસે સવારે 13 kmphની ઝડપે પવન ફૂંકાશે
ઉત્તરાયણના દિવસે સવારે 15 kmphની ઝડપે પવન ફૂંકાશે
ઉત્તરાયણના દિવસે સવારે 7 kmphની ઝડપે પવન ફૂંકાશે

હવે વાત કરીએ વાસી ઉત્તરાયણની એટલે કે 15 જાન્યુઆરીની…

તો વાસી ઉત્તરાયણના દિવસે પવનની એવરેજ ઝડપ રહેશે 11 kmphની. જે પતંગરસિકો માટે સારી સ્પીડ છે. 8 થી 10 kmph જેટલી પવવનની ગતિ હોય તો પતંગ સરળતાથી ચગાવી શકાય છે. જ્યારે કે વાસી ઉત્તરાયણના દિવસે સૌથી સારો પવન સવારના સમયે રહેશે જેમાં પવનની સ્પીડ 13 kmph રહેશે અને બપોરના સમયે 11 kmph.

વાસી ઉત્તરાયણના દિવસે સવારે 13 kmphની ઝડપે પવન ફૂંકાશે
વાસી ઉત્તરાયણના દિવસે સવારે 11 kmphની ઝડપે પવન ફૂંકાશે
વાસી ઉત્તરાયણના દિવસે સવારે 4 kmphની ઝડપે પવન ફૂંકાશે

પતંગરસિકો, જો અત્યાર સુધી ઉત્તરાયણના દિવસે પવન રહેશે કે નહીં તે ચિંતામાં કે ઉત્તરાયણની ખરીદી નથી કરી તો છોડી દો ચિંતા અને કરી લો ઉત્તરાયણની ખરીદી.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Banaskantha: Banas dairy increases milk procurement prices by Rs. 15 per kg. fat| TV9News

FB Comments

TV9 Web Desk3

Read Previous

રોંગ સાઈડ પર વાહન ચલાવશો તો ના પોલીસ પકડશે કે ના તો ફાટશે ચલણ પરંતુ તો પણ થશે ભારે આર્થિક નુક્સાન

Read Next

ગુજરાતી ‘પોલીસવાળી’એ વધાર્યું ગુજરાતનું ગૌરવ, બની ગઈ દેશની સૌથી સારી ‘પોલીસવાળી’ VIDEO

WhatsApp પર સમાચાર