દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની સાથે PM મોદીએ કરી 21 મહત્વની વાત, જાણો વિગત

pm modi na sambodhan ni moti vato vishe jano

દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ કોરોના વાઇરસના ખતરાની ગંભીરતા જોતા 21 દિવસ માટે સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીનું કહેવું છે કે હવે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેમ છે અને તે માટે જનતા માટે વધુ 21 દિવસ લોકડાઉન જરૂરી છે. પીએમ મોદીએ લોકોને પણ અપીલ કરી કે તેઓ ઘરમાં જ રહે અને ઘરમાં રહીને કોરોનાની ચેઈન તોડવામાં મદદ કરે. જેથી કોરોના આગળ વધતો અટકાવી શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

pm modi na sambodhan ni moti vato vishe jano

આ પણ વાંચો :   કોરોના સામે જંગ : દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન રહેશે, પીએમ મોદીએ કરી જાહેરાત

READ  ગાંધીનગરઃ ગ્લોબલ પોટેટો કોન્કલેવ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PM મોદીના સંબોધનની મોટી વાતો

 • જનતા કર્ફ્યુને લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે.
 • જનતા કર્ફ્યુ માટે તમે બધા પ્રશંસાપાત્ર છો.
 • સંકટના સમયે તમામ ભારતીય એક થઈએ.
 • દુનિયાના સમર્થમાં સમર્થ દેશોને પણ કોરોનાએ લાચાર બનાવી દીધા છે.
 • એકબીજાથી અંતર રાખવુ અને ઘરમાં જ રહેવું એ જ કોરોનાથી બચવાનો ઉપાય છે, બીજો કોઈ રસ્તો નથી.
 • કોરોનાથી બચવા માટે, કોરોનાના સંક્રમણની સાંકળ તોડવી પડશે.
 • અમુક લોકોને એવુ લાગે છે કે સોશિયલ ડિસ્ટેંસિગ દર્દીઓ માટે છે.
 • સોશિયલ ડિસ્ટેંસિગ તમામ નાગરિક માટે છે, પ્રધાનમંત્રી માટે પણ છે.
 • જો બેદરકારી જારી રહેશે તો ભારતે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે, જેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
 • આજ રાતના 12 વાગ્યાથી સમગ્ર દેશમાં 21 દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે.
 • 12 વાગ્યા પછી ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ છે.
READ  ચોમાસામાં કોરોના વાઈરસના કેસમાં વધારો થશે કે ઘટાડો? જાણો AIIMSના ડાયરેક્ટરનો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 • સંપૂર્ણ લૉકડાઉન એક પ્રકારનો કર્ફ્યુ જ છે.
 • જો આ 21 દિવસને ના સંભાળ્યા તો આપણે 21 વર્ષ પાછળ જતા રહીશું.
 • ઘરમાં રહો, ઘરમાં રહો અને ઘરમાં જ રહો.
 • આ લૉકડાઉને તમારા ઘરના દરવાજા પર એક લક્ષ્મણરેખા દોરી દીધી છે.
 • ઘરની બહાર તમારું એક પગલું કોરોના જેવી મહામારીને તમારા ઘરે લાવી શકે છે.
 • કોરોના મતલબ કોઈ રોડ પર ના નીકળે.
 • તમારા પરિવારની રક્ષા માટે, તમારી રક્ષા માટે લોકડાઉનનું પાલન કરો.
 • બિમારીના લક્ષણો દેખાય તો કોઈપણ જાતની દવા ડૉક્ટરની સલાહ વિના લેવાનું ટાળો.
 • કોઈપણ પ્રકારના કોરોનાને લઈને અંધવિશ્વાસ અને અફવા ફેલાવાથી બચો.
 • તમામ રાજ્યની સરકારોની પ્રથમ પ્રાથમિકતા ફક્ત સ્વાસ્થ્ય સેવાઓ જ હોવી જોઈએ.
READ  VIDEO: મહારાષ્ટ્રના જલગાવ નજીક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં 10 લોકોના મોત

 

Oops, something went wrong.
FB Comments