જાણો F-21 ફાઈટર વિમાનની ખાસિયતો, જે અમેરિકા ફક્ત ભારતને આપવા ઈચ્છે છે

અમેરિકાની સંરક્ષણ કંપની તરફથી ફકત ભારતને અત્યાધુનિક ફાઈટર વિમાન F-21 વેચવાની જાહેરાત કરવામાં આવી છે. વિમાન કંપની લોક હીડ માર્ટિનના અધિકારીએ કહ્યું કે જો ભારત 114 ફાઈટર વિમાનનો ઓર્ડર આપે છે તો ખાલી તેમને આ વિમાન આપવામાં આવશે, અન્ય કોઈ પણ દેશને આવા ફાઈટર પ્લેન આપવામાં નહી આવે.

આ ફાઈટર વિમાન અમેરિકા જેટ F-16થી વધારે એડવાન્સ છે. જે ઓછા ઈંધણમાં વધારે ચાલી શકે છે. તે સિવાય ફાઈટર જેટમાં વધારે હથિયાર લઈ જવાની ક્ષમતા છે અને તેને ભારતની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. લોકહીડા માર્ટિન કંપનીના રણનીતિકાર વિવેક લાલે જણાવ્યું કે F-16 અને F-21માં ખુબ અંતર છે અને તેને આધુનિક વિમાનમાં લાગેલા રડાર જુના વિમાનની તુલનામાં વધારે તાકાતવર છે.

 

READ  ભારતીય સેનાએ સરહદ પર આ કામ કરીને બનાવ્યો રેકોર્ડ, ચીનના પેટમાં રેડાયું તેલ

અમેરિકાની વિમાન કંપનીએ કહ્યું કે જો લોકહીડને આ ઓર્ડર મળશે તો તે ભારતના ટાટા ગ્રૃપની સાથે F-21 અત્યાધુનિક સેન્ટર બનાવશે, તેનાથી ભારતમાં સંરક્ષણના નિર્માણમાં મદદ મળશે. ભારતીય વાયુસેનાએ પાડોશી દેશોની સાથે તણાવ જોતા અને સીમાઓને સુરક્ષિત કરવાના ઈરાદે વિમાન ખરીદવા માટે શરૂઆતી પગલાં લીધા છે.

આ વિમાન માટે ભારત લગભગ 18 અરબ ડૉલર ખર્ચ કરવા માટે તૈયાર છે. તેની હેઠળ 114 ફાઈટર જેટ F-21 ખરીદવામાં આવશે. ભારતની સાથે કરારના મુખ્ય દાવેદારોમાં અમેરિકાની કંપની લોકહીડ સિવાય ધસોલ્ટનું રાફેલ, યૂરોફાઈટર ટાયફુન, રૂસી વિમાન મિગ-35 અને સાબ કા ગ્રિપેન સામેલ છે.

READ  સલમાન ખુર્શીદે ફરી રાહુલ ગાંધીને પોતાના નેતા ગણાવતા કહ્યું કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવું જોઈએ

F-21 ફાઈટર વિમાનથી કોઈ પણ ટાર્ગેટને પૂરો કરવામાં વધારે સરળતા રહેશે કારણ કે આ પ્લેનમાં ઈલેક્ટ્રોનિક વોર ફેયર સિસ્ટમ લાગેલી છે. તે જમીન અને આકાશ બંને જગ્યાએ કાર્યવાહી કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં બનેલા 60થી વધારે એરપોર્ટ સ્ટેશનોથી આ પ્લેનનું સંચાલન કરી શકાય છે અને વાયુસેનાની જરૂરિયાતો પ્રમાણે બનાવવામાં આવ્યું છે.

READ  પાકિસ્તાનમાં સોનાનો ભાવ થયો બમણાથી પણ વધારે!

આ પણ વાંચો:  આ કારણે ભારતીય ટીમ વલ્ડૅકપમાં નહી રહે વિરાટ કોહલીના વિશ્વાસે!

ભારતે બાલાકોટ એરસ્ટ્રાઈક અને તણાવના વાતાવરણમાં મોટા સંરક્ષણ સોદા કરવા માટે તૈયાર છે. ત્યારે ભારત હવે F-21ના કરારને અંતિમ રૂપ આપવા માટે લાગેલું છે અને આ ભારતનો સૌથી મોટો રક્ષા કરાર હોય શકે છે.

 

Oops, something went wrong.
FB Comments