એક વિચિત્ર ઘટના, બૉયફ્રેન્ડે ફોન ન ઉપાડતાં આવેશમાં આવીને વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા!

ટેક્નોલોજીના લીધે દૂનિયા સાથેનું અંતર તો ઘટી ગયું છે પણ તેના લીધે અમુક દર્દનાક ઘટનાઓ પણ સામે આવી રહી છે .એક ઘટના દિલ્હીમાં બની જ્યાં 22 વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના બોયફ્રેન્ડે ફોન ન ઉપાડવાના કારણથી આત્મહત્યા કરી લીધી.

દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને નોએડાના સેક્ટર-22 ખાતે પીજીમાં રહેતી એક વિદ્યાર્થીનીને પોતાના બોયફ્રેન્ડ સાથે કોઈ તકરાર થઈ હશે. બાદમાં તેણીએ પોતાના પીજી આવીને બોયફ્રેન્ડ સાથે વાત કરવા માટે ફોન કરેલાં. ઘણાંબધાં તેણીના ફોન બોયફ્રેન્ડે ન ઉપાડતાં તેણીએ પોતાની જ પીજીમાં પંખા સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થીની દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરી રહી હતી.

READ  હવે ભાજપમાં ગૃહયુદ્ધ: શું 2019માં યોગી અને મોદી જ આવશે એકબીજાની સામસામે ?

પોલીસને માહિતી મળ્યાં મુજબ તેણીએ પોતાના બોયફ્રેન્ડ સાથે વાત કરવા માટે ઘણાં ફોન કરેલાં પણ તેને બોયફ્રેન્ડે ઉપાડેલા નહીં. આથી તેણીએ એક મેસેજ છોડીને આ પગલું ભરી લીધું હતું. બાદમાં પોલીસે તેણીના બોયફ્રેન્ડની અટકાયત કરીને પૂછપરછ શરુ કરી છે.

[yop_poll id=941]

Oops, something went wrong.
FB Comments