આજનું રાશિફળ: આ રાશિના જાતકોને પ્રવાસમાં વિઘ્નો આવવાની શક્યતા છે

23rd january rashifal aaj nu rashifal aa rashi na jatako ne pravas ma vighno aavani shakyata che

mesh rashi

મેષ

આજે આપને તાજગી અને સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. સાથે ક્રોધનું પ્રમાણ વધારે રહે, આના ૫રિણામે આપનું કામ બગડવાની સંભાવના છે, તેથી ગુસ્‍સા ૫ર કાબુ રાખવો ૫ડશે. ઓફિસમાં અધિકારીઓ અને ઘરમાં કુટુંબીજનો તેમજ વિરોધીઓ સાથે વધુ વાદવિવાદમાં ૫ડયા વગર મૌન સાધવું સારૂ રહેશે. કોઈ ધાર્મિક કાર્યમાં કે ધાર્મિક સ્‍થળે જવાનું થાય.

vrushbh Rashi

વૃષભ

વધુ ૫ડતો કામનો બોજ અને ખાનપાનમાં બેદરકારીથી આપનું આરોગ્‍ય બગડે. સમયસર ભોજન અને ઉંઘ ન મળવાથી માનસિક રીતે બેચેની અનુભવાય. પ્રવાસમાં વિઘ્નો આવવાની શક્યતા હોવાથી પ્રવાસ ન કરવો. નિર્ધારિત સમયે કાર્યપૂર્ણ ન કરી શકવાથી રોષની લાગણી ઉદભવે. યોગ, ધ્‍યાન અને આધ્‍યાતિમક વાંચન રાહત આપશે.

Mithun Rashi

મિથુન

મોજમજા મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપને વધારે રસ ૫ડશે. કુટુંબીજનો, મિત્રવર્તુળ કે પ્રીયપાત્ર સાથે બહાર હરવાફરવા જવાનું આયોજન થશે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાનો વધારો થશે. વિજાતીય પાત્રો સાથે આકર્ષણ વધે. પ્રણય પ્રસંગો માટેની પૂર્વભૂમિકા રચાય. જાહેર જીવનમાં માન સન્‍માનના અધિકારી બનશો. આપના હાથે દાન ધર્મ સખાવતનું કાર્ય થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ: એક મહિનામાં 111 બાળકોના મોત, કોંગ્રેસ સિવિલ હોસ્પિટલમાં કરશે ધરણાં

 

kark Rashi

કર્ક

વર્તમાન દિવસ ખુશીઓ સફળતાનો છે. ૫રિવારમાં સુખ શાંતિ જળવાશે. નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. નોકર વર્ગ અને મોસાળ ૫ક્ષથી લાભ થાય. આરોગ્‍ય જળવાય. આર્થિક લાભ થાય. આવશ્‍યક બાબતો પાછળ ખર્ચ થાય. પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો.

સિંહ

આજે આપ શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી કામ કરશો. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓમાં રસ રહેશે. સાહિત્‍ય કલાક્ષેત્રે કંઈક નવું સર્જન કરવાની પ્રેરણા મળે. પ્રેમીજનો પ્રીયપાત્ર સાથે મિલન મુલાકાત થાય. સંતાનોના શુભ સમાચાર મળે. ધાર્મિક કે ૫રો૫કારનું કાર્ય આપના મનને આનંદ આપશે.

kanya Rashi

કન્યા

આજે આપે પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું ૫ડશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય અંગે ફરિયાદ રહે. મન ૫ર ચિંતાનો બોજ રહેતાં માનસિક બેચેનીનો અનુભવ થશે. કુટુંબીજનો સાથે ખટરાગ થાય. માતાની તબિયત અંગે ચિંતા ઉદભવે. વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય નથી. સ્‍થાવર મિલકત, વાહનને લગતી સમસ્‍યાઓ સર્જાય. ધનખર્ચ થાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

tula Rashi

તુલા

READ  અમદાવાદમાં સ્કૂલ બસ સાથે અકસ્મતમાં યુવાનનું થયું મોત, જુઓ VIDEO

વર્તમાન સમય ભાગ્‍યવૃદ્ઘિનો હોવાથી નવા સાહસો અને કાર્યો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. યોગ્‍ય જગ્‍યાએ મૂડી રોકાણ આપને ફાયદાકારક રહેશે. ૫રિવારમાં ભાઈભાંડુઓ સાથે આત્‍મીયતા અને સુમેળ રહેશે. નાનકડા ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો. વિદેશથી સારા સમાચાર મળશે.

vrushik Rashi

વૃશ્ચિક

આ રાશિના જાતકોએ નકારાત્‍મક માનસિક વલણ ટાળવું. ન બોલવામાં નવ ગુણની નીતિ અ૫નાવી ચાલશો તો કુટુંબીજનો સાથેનું ઘર્ષણ નિવારી શકશો. આરોગ્‍ય અંગે ફરિયાદ રહે. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં અવરોધ આવે.

ધન

આજે આપને નિર્ધારિત કાર્યમાં સફળતા અને આર્થિક લાભની શક્યતા છે. સહ૫રિવાર માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. પ્રવાસની, ખાસ કરીને કોઈ યાત્રાધામની મુલાકાત સંભવિત છે. સ્‍વજનો સાથેનું મિલન આપને હર્ષ‍િત કરશે. દામ્‍પત્‍યજીવનમાં નિકટતા અને મધુરતાનો અનુભવ કરશો. સમાજમાં આપના યશકીર્તિમાં વધારો થાય.

મકર

આજે આપ ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારે વ્‍યસ્‍ત રહેશો. પૂજા પાઠ કે ધાર્મિક કાર્ય પાછળ આપનો ધનખર્ચ થશે. સગાંસ્‍નેહીઓ તેમજ ૫રિવારજનો સાથે સંભાળીને બોલવું કારણ કે આપની વાણીથી કોઈને મનદુ:ખ થાય. વધુ મહેનતે ઓછી સફળતા મળતાં હતાશા ઉ૫જે. આરોગ્‍ય સાચવવું. દાં૫ત્‍યજીવનમાં ખટરાગ થાય.

READ  અસમમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ: ઈન્ટરનેટ બંધ, 5 હજાર જવાન તૈનાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

કુંભ

આ રાશિના જાતકો નવા કાર્યો કે આયોજન હાથ ધરી શકશે. નોકરી ધંધામાં લાભ સાથે વધારાની આવક ઉભી કરી શકશો. મિત્ર વર્ગ, ખાસ કરીને સ્‍ત્રીમિત્રોથી આપને લાભ થશે. સામાજિક વર્તુળમાં આપ નામના અને પ્રતિષ્‍ઠા હાંસલ કરી શકશો. ૫ત્‍ની અને પુત્ર તરફથી આપ સુખ અને સંતોષ અનુભવશો. પ્રવાસ ૫ર્યટન અને લગ્‍નના સંજોગો સર્જાશે. તનમનથી આનંદિત રહેશો.

min rashi

મીન

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે. કામની સફળતા અને ઉ૫રી અધિકારીઓના પ્રોત્‍સાહન આપના ઉત્‍સાહને દ્વિગુણિત કરશે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ઘિ અને આવકમાં વધારો થાય. ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આરોગ્‍ય સારું રહે. ૫રિવારમાં સુખશાંતિ રહે. બઢતીના સંજોગ સર્જાય. સરકાર તરફથી લાભ થાય.

 

Top News Stories Of This Hour : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments