24 જાન્યુઆરીથી મકર રાશિમાં શનિનો થશે પ્રવેશ, જાણો કઈ રાશિના જાતકોને રાખવું પડશે ધ્યાન

24 January thi makar rashi ma shani no thase pravesh, jano kai rashi na loko e rakhvu padse dhyan

ન્યાયના કારક શનિદેવનો તા.૨૪/૦૧/૨૦૨૦ના રોજ ૦૯:૫૬ વાગ્યાથી પોતાની રાશિ મકરમાં પ્રવેશ થાય છે. જે તા.૧૭/૦૧/૨૦૨૩ સુધી ભ્રમણ કરશે. પણ તે દરમિયાન તા.૨૯/૪/૨૦૨૨થી તા ૧૨/૦૭/૨૦૨૨ સુધીમાં કુંભ રાશિમાં પણ ભ્રમણ કરશે તા ૨૪/૦૧/૨૦૨૦ થી ૨૧/૦૧/૨૦૨૧ સુધી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. અને તા.૨૪/૦૧/૨૦૨૦ થી ૨૩/૦૨/૨૦૨૦ અને તા ૬/૦૮/૨૦૨૦ થી ૨૦/૧૧/૨૦૨૦ સુધી મકર નવાંશ ( વર્ગોત્તામી )માં ભ્રમણ કરશે.

પનોતી:

મિથુન, તુલા રાશિના જાતક માટે નાની પનોતી
ધન, મકર, કુંભ મોટી પનોતી

પાયો:

શનિના રાશિ પરિવર્તન અનુસાર:
સિંહ, મકર, મીન: સોનાને પાયે
વૃષભ, કન્યા, ધન: ચાંદીનો પાયો
મેષ, કર્ક, વૃશ્ચિક: તાંબાનો પાયો
મિથુન, તુલા, કુંભ: લોઢાનો પાયો

READ  લતા મંગેશકરના જેવા અવાજમાં ગીત ગાનારી મહિલાની કિસ્મત એક એન્જિનીયરે બદલી દીધી!

પાયા મુજબ ફળ:

સોનાનો પાયો શ્રમ મુજબ ફળ
ચાંદીનો પાયો સારું ફળ
તાંબાનો પાયો સાધારણ ફળ
લોઢાનો પાયો પરીક્ષા કરવી ફળ

રાશિ મુજબ ફળ:

મેષ: કામકાજમાં ધીરજ રાખી કામ કરો તો સફળતા અપાવે, ખર્ચ પર અંકુશ ન રહી શકે.

વૃષભ: યાત્રા કે જાત્રા થઈ શકે છે, નાની પનોતી પુરી થાય છે, આરોગ્ય બાબત કાળજી રાખવી.

મિથુન: શારીરિક, માનસિક બેચેની લાગે, વાદ વિવાદ ખટપટથી દૂર રહેવું, ભક્તિમા ધ્યાન રાખવું,

કર્ક: ગેરસમજથી બચવું, પરિવાર કે, મિત્રો સાથે વાર્તાલાપ દરમિયાન કાળજી રાખવી, વાહન ધીમે ચલાવવું.

સિંહ: લોન સંબંધિત કામકાજમાં ધ્યાન રાખવું, કુટુંબના કામકાજમાં સારું યોગદાન આપો, હિત શત્રુ નિયંત્રણમાં રહે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ

કન્યા: નાની પનોતી પુરી થાય છે, પ્રેમ પ્રસંગ કે વિદ્યાભ્યાસમાં પ્રગતિ,અટકેલા કાર્ય પૂર્ણ થવા ગતિ કરે

તુલા: મોજશોખ પાછળ ખર્ચ થાય, મન દુઃખ થવાની ઘટના બને, મુસાફરી થાય

વૃશ્ચિક: સાડા સાતી પુરી થાય છે, પરિવાર સાથે વિચાર મતભેદથી બચવું, નવીન કાર્ય થઈ શકે.

ધન: પરિવાર સાથે ગેરસમજથી બચવું, કામકાજ કે રહેઠાણમાં પરિવર્તન થઈ શકે છે

મકર: માનસિક અને શારીરિક દ્વિધા રહે, આકસ્મિક ખર્ચ વધે, કોઈની ચિંતા તમને વધુ નાખુશ રાખી શકે છે.

કુંભ: નાણાં વ્યય થાય, બચત કરવી અઘરી બને, વિવાદથી દૂરવ રહેવું, ભક્તિ કરવી વધુ યોગ્ય છે

READ  Mumbai : Girl commits suicide, parents donate her eyes - Tv9 Gujarati

મીન: કોઈ પ્રસંગ હેતુ ખર્ચ વધે, કરુક્ષેત્રમાં પ્રગતિ કે પરિવર્તન થઈ શકે, નવીન કાર્યનું આયીજન થઈ શકે છે.

ભક્તિ:

૧. દરરોજ સવારે શિવ જાપ અને પોતાના ઇષ્ટદેવ નું સ્મરણ કરવું.
૨. દરરોજ રાત્રે હનુમાન ચાલીસ વાંચવા.
૩. દર શનિવારે શનિ ચાલીસા વાંચવા .
૪. દર શનિવારે સાંજે સૂર્યાસ્ત સમયે પીપળાના વૃક્ષ નીચે તેલનો ઉભી વાટ નો દીવો કારી
૫. જરૂરિયાતમંદ લોકોને પોતાની યથા શક્તિ મુજબ મદદ કરવી, ગાય, કૂતરાને રોટલી આપવી.

શ્રદ્ધા અને નીતિ રાખી ભક્તિમાં ધ્યાન રાખવાથી જીવનમાં શાંતિ મળે છે.

ડો હેમિલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય

FB Comments