છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 2436 પોઝિટિવ કેસ, રાજ્યમાં કુલ 1695 લોકોના મોત

2436-new-cases-of-corona-in-maharashtra-today-60-deaths-total-cases

કોરોના વાઈરસના કેસ દેશભરમાં વધી રહ્યાં છે. જો કે દેશમાં જે પણ કોરોના વાઈરસના કેસ પ્રતિદિવસ આવી રહ્યાં છે તેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવે છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના નવા 2436 કેસ સામે આવ્યા છે. જો કે છેલ્લાં 2 દિવસથી જે કોરોના કેસ આવી રહ્યાં તેની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ નવા 2436 કેસ સાથે રાજ્યમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા વધીને 52667 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

2436-new-cases-of-corona-in-maharashtra-today-60-deaths-total-cases

 

READ  VIDEO: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર કૃષ્ણા વોટર પાર્કમાં દારૂની મહેફીલ મામલે વધુ 5ની ધરપકડ

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નવા 405 કેસ, જાણો જિલ્લા મુજબ વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે માહિતી આપી કે સોમવારના રોજ કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 60 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 1186 દર્દીઓએ કોરોનાના સંક્રમણમાંથી મુક્તિ મેળવી અને તેઓ પોતાના ઘરે પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ 15786 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

READ  સ્ટાફના 14 લોકોનો રિપોર્ટ કોરોનો પોઝિટિવ આવ્યા બાદ મંત્રી પણ ક્વૉરન્ટાઈન, વાંચો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ મોતનો આંક઼ડો 1695 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં પોલીસકર્મીઓ અને નેતાઓ પણ કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે. કોરોના વાઈરસનું એપી સેન્ટર મહારાષ્ટ્રનું મુંબઈ શહેર બન્યું છે. કોરોના વાઈરસના લીધે મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં ડોમેસ્ટિક સેવા સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનો ઈનકાર કરી દીધો. રાજ્યમાં મુંબઈ શહેરથી ફક્ત 25 ફ્લાઈટના ઉડાણ પર જ પરવાનગી આપવામાં આવી છે.

READ  રામ મંદિર અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ...આ તારીખે SC સંભળાવશે ચુકાદો

 

Oops, something went wrong.

 

FB Comments