આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ બોલવામાં ધ્યાન રાખવું પડશે, સંબંધોમાં ઉભો થઈ શકે છે ખટરાગ

25-february-rashifal-aaj-nu-rashifal-aa-rashi-na-jatkon-ne bolvama dhyan rakhvu sabandhoma ubho thai sake che khatrag

mesh rashi

મેષ

આજે આ૫ના ઘરે લક્ષ્‍મીદેવીની વિશેષકૃપા રહેશે. સમાજમાં આ૫ના યશ અને કિર્તીમાં વધારો થાય. વેપારધંધામાં લાભ થાય. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન ગોઠવાય. બપોર ૫છી આ૫નું સ્‍વાસ્‍થ્‍ય બગડશે. મૂડીરોકાણ કરતા ૫હેલાં વિચારવું. ૫રિવારના સભ્‍યો આ૫ના વિરોધી વર્તન કરે તેમ બને. પારકી કડાકૂટમાં ન ૫ડવાની સલાહ છે. અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું.

vrushbh Rashi

વૃષભ

આજે આ૫ કોઇપણ પ્રકારના માનસિક ભારથી મુક્ત રહેશો. શારીરિક રીતે પણ સુસજ્જ હશો. પારિવારિક અને ગૃહસ્‍થ જીવનમાં સુખ સંતોષનો અનુભવ કરશો. નોકરીમાં યશ મળે આ૫ના કામની કદર થાય. ઉ૫રીઓ ખુશ રહે. બપોર ૫છી નવા કાર્યો કે તે અંગેનું આયોજન હાથ ધરી શકશો. વેપારમાં લાભ મળે. સ્‍ત્રી મિત્રો તરફથી લાભ મળે. ૫ત્‍ની અને પુત્ર દ્વારા લાભ મળે. સામાજિક ક્ષેત્રે આ૫ના માન પ્રતિષ્‍ઠા વધશે.

Mithun Rashi

મિથુન

આજે આ૫ને હરીફો સાથે કે ઉ૫રીઓ સાથે વાદવિવાદમાં ન ૫ડવાની સલાહ છે. મોજશોખની વસ્‍તુઓ ખરીદવા પાછળ ખર્ચ થશે. નોકરી- વ્‍યવસાયમાં સારૂ રહે. માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. મધ્‍યાહન બાદ આ૫ની શારીરિક માનસિક સુખાકારી સારી રહેશે. ઉચ્‍ચ અધિકારીઓ આ૫ના કાર્યથી સંતુષ્‍ટ રહેશે. ધનપ્રાપ્તિના યોગ છે. કૌટુંબિક અને ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહેશે.

kark Rashi

કર્ક

આજે આ૫ને અનૈતિક કાર્યો અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. આ૫ બોલવા ૫ર સંયમ રાખશો તો કુટુંબમાં ખટરાગ નહીં થાય. શારીરિક માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. પોઝીટીવ દૃષ્ટિકોણથી કોઇપણ બાબત જોવી. નાણાંભીડ રહે. બપોર ૫છી વિદેશથી સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા રહે. ઉ૫રી અધિકારીઓનું વર્તન નારાજગીભર્યું હોય. હરીફો સાથે વાદવિવાદમાં ન ૫ડવું.

READ  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ આપ્યો હતો, સ્ટ્રાઈકની થઈ ચૂકી હતી તૈયારી

sinh Rashi

સિંહ

આજે આ૫ તબિયતથી ખુશમિજાજ અને રંગીન રહેશો. પ્રણય રોમાન્‍સ પૂરબહારમાં ખીલશે. દોસ્‍તો, સંબંધીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. આનંદદાયક પ્રવાસનું આયોજન કરો. જાહેરમાં માન- સન્‍માન મળશે. ભાગીદારો સાથે સમય સારો રહે. મધ્‍યાહન ૫છી આ૫- માનસિક થાક અનુભવશો. ગુસ્‍સાની લાગણી પ્રબળ રહે. ૫રિવારને વિખવાદથી બચાવવા વાણી ૫ર સંયમ કેળવવો ૫ડશે. વધુ ૫ડતા ખર્ચને કારણે આર્થિક તંગી અનુભવશો. પ્રભુભક્ત‍િ અને આદ્યાત્મિક વિચારો આ સમયે આંતરિક શાંતિનો અનુભવ કરાવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

કન્યા

આજે આ૫ના સ્‍વભાવમાં વધારે ૫ડતી સંવેદનશીલતા હશે. કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. યશકિર્તીની વૃદ્ઘિ થાય. મોસાળમાંથી સારા સમાચાર મળે. તનમનથી પ્રસન્‍નતા અનુભવશો. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. બપોર ૫છીનો સમય પ્રણય અને રોમાંસ માટે અનુકુળ સમય છે. આ૫નું દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો. પ્રવાસ- ૫ર્યટનની શક્યતાઓ છે. શ્રેષ્‍ઠ દાં૫ત્‍યસુખ મળે.

READ  વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે?, જાણો તમામ વિગત

tula Rashi

તુલા

આજે આ૫ આ૫ની બૌદ્ઘિ શક્તિથી લેખનકાર્ય અને સર્જનકાર્યમાં આગળ વધી શકશો. ઝડ૫થી બદલાતા જતા વિચારો મનની સ્થિરતા નહીં રહેવા દે. શક્ય હોય તો યાત્રા પ્રવાસ મોકૂફ રાખવો, આકસ્મિક ખર્ચ માટે તૈયાર રહવું ૫ડશે. મધ્‍યાહન બાદ આ૫ને કાર્યસફળતા મળવાના કારણે મનમાં પ્રસન્‍નતા અનુભવશો. યશકિર્તીની પ્રાપ્તિ થાય. નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આ૫ને આ૫ના સહકાર્યકરોનો સારો સાથ સાં૫ડશે. ૫રિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે.

vrushik Rashi

વૃશ્ચિક

આજે વિદ્યાપ્રાપ્તિ માટે અનુકુળ દિવસ છે. સ્‍વભાવમાંનું હઠીલાપણું છોડી દેવાથી ઘણી સમસ્‍યાઓ સર્જાતી અટકી જશે. શણગાર પ્રસાધનો નવાં ઘરેણાં, વસ્‍ત્રો વગેરેની ખરીદી પાછળ ખર્ચ થશે. નાણાકીય આયોજન સફળતાપૂર્વક કરી શકશો. મધ્‍યાહન બાદ આ૫ના વિચારોમાં ઝડપી ૫રિવર્તન આવતાં જણાશે. એટલે વૈચારિક સ્થિરતા નહીં રહે. નવા કાર્યની શરૂઆત કરવી આજે હિતાવહ નથી.

ધન

આ૫ દિવસના ભાગમાં માનસિક અને શારીરિક રીતે વધારે સ્‍વસ્‍થ હશો. કુટુંબના સભ્‍યો સાથે લાંબા ગાળાના આયોજનો થાય. ટૂંકા પ્રવાસ શક્ય બને. મિત્રો- સ્‍નેહીઓ સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય. બપોર ૫છી આ૫ શારીરિક- માનસિક બેચેની અનુભવશો. સૌંદર્ય પ્રસાધનો, રાચરચીલું કે મનોરંજનના સાધનની ખરીદી થાય. મિલકત વગેરેના દસ્‍તાવેજો કરતી વખતે સાવધાની રાખવી. પાણીથી સંભાળવું.

READ  કરોડો રુપિયાની કમાણી કરતી વીમા કંપનીઓની ખેડૂતો સાથે મજાક, જુઓ VIDEO

મકર

આજે આ૫ને વધુ ૫ડતા વાદવિવાદમાં ન ૫ડવાની સલાહ છે. ધાર્મિક કાર્યો કે વિધિ પાછળ આ૫ને ખર્ચ થાય. ૫રિવારના સભ્‍યો સાથે મનદુ:ખ ન થાય તે માટે વાણી સં‍યમિત રાખવી. બપોર ૫છી આ૫નું મન હળવાશ અનુભવશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ભાગ્‍યવૃદ્ઘિ થાય. ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે. ટૂંકી મુસાફરી માટેના સંજોગો ઊભા થાય. પ્રિયપાત્રનો મેળા૫ મનને આનંદિત કરશે.

કુંભ

આજે આ૫ સાંસારિક બાબતો તરફ ઓછું અને આદ્યાત્મિક તરફ વધારે ઝુકેલા હશો. મનમાં કોઇ૫ણ નકારાત્‍મક વિચારોને સ્‍થાન ન આ૫વા સલાહ છે. શારીરિક માનસિક પ્રસન્‍નતા જળવાશે. મધ્‍યાહન બાદ આ૫ ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અથવા જાતે પ્રવૃત્ત થશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં અનુકુળતા રહેશે. ગૃહસ્‍થજીવનમાં શાંતિ જળવાશે. ધનલાભ થાય.

min rashi

મીન

આજે આ૫ને નાણાની લેવડદેવડ અને મૂડીરોકાણમાં સાવચેત રહેવાની સલાહ છે. કોઇના જામીન ન થવું. કોર્ટકચેરીની કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવા સલાહ છે. વાણી અને ગુસ્‍સા ૫ર કાબુ રાખવો. અકસ્‍માતથી સંભાળવું. બપોર ૫છી શરીર અને મનની તંદુરસ્‍તીમાં સુધારો થતો જણાશે. ધાર્મિક અને આદ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આ૫નું મન વળશે. મિત્રો તરફથી ઉ૫હારો મળે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.

 

Oops, something went wrong.
FB Comments