નેપાળ પોલીસને જોઈ પોપટની જેમ બોલવા લાગ્યો મહાઠગ વિનય શાહ

Rs.260 crore ponzi scam accused Vinay Shah confessed during Nepal police interrogation
Rs.260 crore ponzi scam accused Vinay Shah confessed during Nepal police interrogation

ગુજરાતી મીડિયામાં પહેલીવાર કૌભાંડી વિનય શાહ પર મોટો ખુલાસો

VIDEO જુઓ: 

260 કરોડનું મહાકૌભાંડ કરનાર વિનય શાહના એક-એક રાઝ જાણવા ટીવી નાઇન પહોંચ્યું નેપાળ. તમને જણાવીએ કે મહાઠગે નેપાળ પોલીસને થાપ આપવા કેવું તરકટ રચ્યું હતું. વિનય શાહ અને તેની સાથીદાર ચંદા થાપાના સંબંધો અંગે પણ થયો ખુલાસો.

વિનય શાહે નેપાળ પોલીસની ધરપકડથી બચવા માટે કોઈ ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી સ્ટોરી ઘડી હતી. પરંતુ મહાઠગ વિનય શાહના પ્લાનનો પર્દાફાશ થઈ ગયો.

મહાઠગ વિનય શાહના પ્લાનનો પર્દાફાશ

હજારો લોકોને ઠગનારો વિનય શાહ પોતાને એટલો શાતિર માનતો કે તેને એમ જ થતું કે તે ક્યારેય ગુજરાત પોલીસના હાથે નહીં લાગે. તેને પોતાના પ્લાન પર ખૂબ ભરોસો હતો. તેથી જ તેની સ્ત્રી મિત્ર ચંદા સાથે નેપાળના પાટનગર કાઠમાંડુથી આશરે સવા બસો કિલોમીટર દૂર આવેલા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પોખરામાં પહોંચ્યો.

READ  મોદી સરકાર 2નું મંત્રી મંડળ બનવાની સાથે એક પ્રધાન વિવાદોમાં સપડાયા, શિક્ષામંત્રીના જ અભ્યાસ પર સવાલ

આ પણ વાંચો: જ્યારે નેપાળમાં પણ વિનયે ન છોડી ઠગવૃત્તિ! TV9નો EXCLUSIVE રિપોર્ટ

પોખરા એક મોટું પ્રવાસન સ્થળ છે. દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં આવતા હોય છે. તેથી જ શંકાસ્પદ લોકોની હિલચાલ પર નજર રાખવા સ્થાનિક પોલીસે બાતમીદારો રાખ્યા છે. એક બાતમીદારને વિનય શાહની કરતૂતો ભેદી જણાઈ. તેણે પોખરા પોલીસને જાણ કરી. તે બાતમીના આધારે પોલીસે હોટેલ પર દરોડો પાડી વિનય શાહને રૂ.32 લાખની કિંમતની વિદેશી ચલણી નોટો સાથે દબોચી લીધો. વિનય શાહની સાથે તેની સાથીદાર ચંદા થાપા પણ હાથ લાગી.

READ  VIDEO: અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતામાં
Chanda Thapa
Chanda Thapa

પોલીસને જોતાં જ મહાકૌભાંડી વિનય શાહને પરસેવો છૂટી ગયો. તેને લાગ્યું કે તેનો ભાંડો ફૂટી ગયો છે અને તેથી તે પોપટની જેમ બધુ બોલવા લાગ્યો.

ચાલાક વિનય શાહે હોટલના રૂમમાં જ પોલીસને લાંચ આપીને છૂટવાનો દાવ અજમાવી જોયો. પરંતુ પોલીસે તેને તેની હેસિયત બતાવી દીધી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ. તેના નામના આધારે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું તો ભાંડો ફૂટ્યો કે આ મહાશય તો રૂ.260 કરોડનો ચૂનો ચોપડીને ભારતના ગુજરાતથી ફરાર થયેલો છે. અને ત્યારબાદ નેપાળ પોલીસે ગુજરાત પોલીસને તેની જાણકારી આપી.

READ  લોકરક્ષક દળના પેપર લીક કાંડ: મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી આખરે પોલીસની પકડમાં, જાણો કેવી રીતે યશપાલે પેપરના જવાબો કર્યા હતા ફરતા?

[yop_poll id=76]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Kid killed after slab of Virar building collapses. Maharashtra | Tv9GujaratiNews

FB Comments