LRD Exam paper leak_Tv9

LRD પેપર લીકમાં સામે આવ્યું રાજકીય કનેક્શન, PSI સહિત ત્રણ મુખ્ય આરોપીની ધરપકડ

રવિવારે 2 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થઈ જતા પરીક્ષા મોકુફ કરવામાં આવી છે. આ મામલે તપાસની ધમધમાટ શરૂ થઈ છે. આ ઘટનામાં આરોપીઓની ધરપકડ થઈ છે ત્યારે આ મામલે બનાસકાંઠાનાં એદ્રાણાનાં મુકેશ ચૌધરી, વડોદરાનાં યશપાલ સોલંકી, મનહર પટેલ, પીએસઆઈ પી.વી. પટેલ, ગાંધીનગરની શ્રીરામ હૉસ્ટેલનાં સંચાલક રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે.

આ મામલે 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે સાથે સાથે જ પાંચ પરીક્ષાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મુખ્ય આરોપી તરીકે યશપાલ સોલંકીનું નામ સામે આવ્યું છે. જે સેનેટરી ડિપાર્ટમેન્ટમાં મ્યુનિ. કૉર્પોરેશનમાં કૉન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે.

બીજી તરફ રૂપલ શર્મા ગાંધીનગરની શ્રીરામ હૉસ્ટેલની રેક્ટર છે અને તેણે અન્ય ઉમેદવારો માટે પેપરનો સોદો કર્યો હતો. પીએસઆઈ પી.વી. પટેલ ગાંધીનગરમાં વાયરલેશ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે.

આ પણ વાંચો : લોકરક્ષક દળની ભરતી પરીક્ષા રદ્દ થતાં કોંગ્રેસ અને વિદ્યાર્થીઓના રોષ વચ્ચે મુખ્યમંત્રીએ આપી મોટી રાહત

આ ઉપરાંત મનહર પટેલ યશપાલ સિંહ સોલંકી તરફથી પેપર વેચવામાં મદદ કરતો હતો. આ પહેલા ટેટ-2નાં પેપર લીકમાં પણ મનહર પટેલ સામેલ હોવાનાં આરોપ છે. તો બનાસકાંઠાનાં એદ્રાણાનો મુકેશ ચૌધરી પોતે પરીક્ષાર્થી હતો. મુકેશ ચૌધરી નાંદોત્રા સીટ પરથી ભાજપમાંથી ચુંટાયેલો તાલુકા સભ્ય છે. જો કે આ ઘટનામાં નામ આવ્યા બાદ મુકેશ ચૌધરીને તાત્કાલિક ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું કહ્યું છે.

આ પણ વાંચો : પોલીસ લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા રદ્દ : વિદ્યાર્થીઓને થઇ રહેલી હેરાનગતિ માટે જવાબદાર કોણ ?

યશપાલ સિંહ સોલંકી 1 ડિસેમ્બરનાં રોજ દિલ્હીથી વડોદરા પરત ફર્યો હતો. પેપર લીક દિલ્હીથી થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મનહર તરફથી યશપાલ સિંહ સોલંકીએ આન્સર કી આપી હતી.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Bullet train project turned Surat farmers millionaire- Tv9

FB Comments

Hits: 159

Comments are closed, but trackbacks and pingbacks are open.