અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ

3 accused arrested in the death of a Girl at Saira village in Modasa, Aravalli

અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મોડાસા ગ્રામ્ય પોલીસ અને SC-ST સેલે ધરપકડ કરી છે. બીમલ ભરવાડ, દર્શન ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજા આરોપી જીગરને પણ પકડી પાડ્યો છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત

મોડાસાના સાયરામાં યુવતીના મોતને લઈને લોકોમાં ભારે રોષ છે. પોલીસની કામગીરીને લઈને મોટા સવાલો ઉભા થયા હતા. એફઆઈઆરમાં જણાવેલી હકિકત મુજબ યુવતીના પરિવારજનો દ્વારા પોલીસને અપહરણ અને સામૂહિક દુષ્કર્મની ફરિયાદ કરી હોવા છતાં પોલીસ યુવતી સલામત હોવાની વાતો કરતી રહી છે.

READ  VIDEO: અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ, મોડાસા અને ભીલોડા પંથકમાં સૌથી વધુ વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3 તારીખે યુવતીના પરિવાજનોએ પોલીસને ફરિયાદ કરી તેના બે દિવસ સુધી પોલીસે યુવતી સલામત હોવાની અને તેણે પોતાના સમાજના કોઈ છોકરા સાથે લગ્ન કરી લીધા હોવાની વાત રટતી રહી. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો બે દિવસમાં પોલીસે યોગ્ય તપાસ કરી હોય તો કદાચ યુવતીનો જીવ બચી શક્યો હોત. પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે, પોલીસ તપાસ ખોટા રસ્તે ચાલી રહી હતી કે પોલીસ કઈ છૂપાવી રહી છે.

READ  Bollywood actor Ajay Devgan offers prayers at Lalbaugcha Raja - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments