3 બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યુ નેપાળ, 4નાં મોત 7 ઘાયલ

ભારતના પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે ત્રણ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટના કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ત્રણ જુદી જુદી જગ્યાએ થયેલા બ્લાસ્ટમાં 4 લોકોનાં મોત થયા છે. અને 7 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: 25 થી વધુ રાજ્યોએ 1-1 કરોડનો પર્યાવરણીય દંડ ચૂકવવો પડી શકે છે, જાણો કેમ

પહેલો બ્લાસ્ટ કાઠમંડુ શહેરની મધ્યમાં થયો હતો. રહેણાંક વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ધડાકો એટલો પ્રચંડ હતો કે મકાનની દિવાલો ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. બીજો બ્લાસ્ટ શહેરના બહારના ભાગમાં આવેલા સુકેધારામાં થયો હતો અને ત્રીજો બ્લાસ્ટ થાનકોટ વિસ્તારમાં થયો હતો. કુલ ત્રણ બ્લાસ્ટમાં 4 લોકોનાં મોત થઇ ગયા છે. નેપાળ પોલીસના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટમાં માઓવાદી સંગઠનનો હાથ હોય શકે છે.

 

READ  ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ ઈરફાન પઠાણે કર્યો આ મોટો ખુલાસો

પોલીસે ત્રણે સ્થળેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી છે. જેનો ઉપયોગ બોમ્બ બનાવવામાં કરવામાં આવતો હતો. પહેલા રહેણાંક વિસ્તારમાં મકાનમાં જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યા બોમ્બ બનાવવામાં આવતા હોવાની આશંકા છે. પોલીસે હાલ સમગ્ર કાઠમંડુમાં એલર્ટ જારી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દિધુ છે.

 

Oops, something went wrong.
FB Comments