ભરૂચ: નેશનલ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત, 3ના મોત 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત

3 dead and 10 injured in accident between bus and truck on national highway, Bharuch national high way par tenkar ane bus vacche accident 3 na mot 10 thi vadhu loko ijagarst

ભરૂચ નેશનલ હાઈવે પર અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. લુવારા ગામ પાસે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Kar-Natak 2018 : BJP & Congress-JD(S) in a frantic race to form Karnataka Government

ઈજાગ્રસ્ત મુસાફરોની વાત માનીએ તો મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં સુરતથી વડોદરા તરફ જતી ખાનગી બસના ડ્રાઈવરે ઓવરટેક કરવા જતાં બસ આગળ દોડતા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. બે વાહનો વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત હતી કે ટેન્કર પલ્ટી ગયું હતું અને બસનો આગળનો ભાગ ભૂકો થઈ ગયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Vadodara: Man murdered over minor clash in Tandalja, accused attacked by mob

 

 

ઘટનાની જાણ થતાં જ પાલેજથી ભરૂચ સુધીના તમામ સ્થળની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને 10થી વધુ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાને લઈ નબીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ભાવનગરમાં ચંપલના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

FB Comments