રાજકોટના જસદણમાં ડેન્ગ્યુના લીધે 3 દિવસમાં 3 લોકોના મોતથી ચકચાર

3 died of Dengue within 3 days in Jasdan, Rajkot | Tv9News

જસદણમાં નગરપાલિકા અને આરોગ્યતંત્રની નિષ્ફળતાને કારણે ત્રણ દિવસમાં ડેંગ્યુથી ત્રણના મોત થયા છે. 3 દિવસ પહેલાં આરઝુ નામની 18 વર્ષીય યુવતીના મોતના સમાચારની હજુ શાહી સુકાય નથી ત્યારે આજે મહેશભાઈ રાઠોડ અને ઉમ્મેહાની સપ્પા નામની બાળકીનું ડેન્ગ્યુને કારણે મોત થતાં લોકોને જવાબદાર તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો કેમ દિવાળી પહેલાં જ ભાજપ ફોડશે ફટાકડા?, 24 ઓક્ટોબરે કમલમ ખાતે વિજ્યોત્સવ

આ પણ વાંચો:   નાગરિકતા કાયદો: જામિયા બાદ JNUના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, પોલીસ હેડક્વાટર્સને ઘેર્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શહેરમાં હાલ ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડ, શરદી-ઉધરસ સહિતના રોગોથી શહેરીજનોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. રોગચાળો ડામવાની જેની જવાબદારીઓ છે તે સબ સલામતના બ્યુગલ વગાડી રહ્યાં છે. ત્યારે જસદણમાં રોગો ડામવા માટે પ્રથમ શહેરમાં પ્રથમ ગંદકી સાફ મચ્છર ઉત્પાદન કેન્દ્રોનો નાશ જરૂરી દવાનો છટકાવ અખાદ્ય પદાર્થો ફળ ફળાદી વગેરે વેચનારા સામે કચરો જાહેરમાં ફેંકનારાઓ સામે કોઈ પણની શરમ રાખ્યાં વગર કડક હાથે કામ કરવું પડશે, નહીંતર રોગચાળો અનેક લોકોને ભરખી જશે.  પાલિકાએ વર્ષોથી અખાદ્ય પદાર્થો પીણાં આ ઉપરાંત પાણીપુરી, ખમણ, રેસ્ટોરન્ટ હોટલો, ફરસાણ, ઠંડા પીણાં વેચનારા પર કોઈ પણ જાતના પગલાં ભર્યા નથી.

READ  ટીકટોક વીડિયો પોલીસ જવાનો બનાવી શકશે કે નહીં? DGPએ આપી આ સૂચના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Maha Shivratri fair draws large number of devotees, Junagadh | Tv9GujaratiNews

 

FB Comments