3 દિવસમાં જાણી શકાશે ક્યાં ગયુ લેન્ડર વિક્રમ?

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવતા પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો. તે સમયે લેન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દુર હતુ. ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોનું માનીએ તો આગામી 3 દિવસમાં જાણવા મળશે કે લેન્ડર વિક્રમ ગયુ ક્યા?

એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે 3 દિવસમાં લેન્ડર વિક્રમ મળવાની સંભાવના છે. તેનું કારણ એ છે કે લેન્ડરથી જે જગ્યા પર સંપર્ક તુટી ગયો હતો, તે જગ્યા પર ઓર્બિટરને પહોંચવામાં 3 દિવસ લાગશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજે રાત્રે આકાશમાં સર્જાશે અદભુત અવકાશીય ઘટના, રંગબેરંગી થઈ જશે આકાશ

અંતિમ સમયમાં વિક્રમ તેમનો રસ્તો ભટકી ગયુ હતુ. તેથી ઓર્બિટરના 3 ઉપકરણો SAR,IR સ્પકેટ્રોમીટર અને કેમેરાની મદદથી 10X10 કિલોમીટરના વિસ્તારમાં તપાસ કરવી પડશે. વિક્રમને શોધવા માટે તે વિસ્તારની હાઈ રીઝોલ્યુશન તસવીરો લેવી પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે ISROના ચેરમેન સિવને કહ્યું કે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમથી અમારો સંપર્ક તૂટી ગયો છે પણ આગામી 14 દિવસની અંદર લેન્ડરનો બીજી વખત સંપર્ક કરવાના પ્રયત્ન કરીશું, તેમને કહ્યું કે લેન્ડિંગની છેલ્લા તબક્કાને સાચી રીતે પૂરો કરવામાં ના આવી શક્યો, છેલ્લા તબક્કામાં માત્ર લેન્ડરથી અમારો સંપર્ક તૂટી ગયો અને સંપર્ક ના થઈ શક્યો.

READ  જાણો નિરવ મોદીને ભારત લાવવા માટે કેટલો સમય લાગી શકે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments