અમદાવાદના ત્રણ જુદા-જુદા વિસ્તારોમાં એક પછી એક અકસ્માતોની દુર્ઘટના સર્જાઈ

3 killed in 3 separate road accidents, Ahmedabad

આજનો દિવસ અમદાવાદ માટે અકસ્માતોનો રહ્યો. શહેરના ત્રણ જુદા-જુદા વિસ્તારોમાં એક પછી એક દુર્ઘટનાઓ સામે આવી. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ન્યુ આર.ટી.ઓથી વિનાયક પાર્ક પાસે વિદ્યાર્થિની સાઈકલ પર જઈ રહી હતી. ત્યારે પીકઅપ વાને વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. જે બાદ સ્થાનિકોએ વાહનચાલકને પોલીસ સ્ટેશને રજૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપ કેસમાં મહિલા ડૉક્ટરના મૃતદેહને સળગાવવા માટે આરોપી પેટ્રોલ પંપ પહોંચ્યો હતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Three arrested for dumping hazardous waste in bay, Surat

 

બીજી ઘટના પીપલજ-પીરાણા રોડની છે કે, જ્યાં ડમ્પર ચાલક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, તો 1 શખ્સ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તો ત્રીજી ઘટના સાયન્સ સિટી વિસ્તારની છે, કે જ્યાં ટેમ્પો ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું.

READ  બનાસકાંઠા: ત્યજી દીધેલી બાળકીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળ્યું જીવનદાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments