પંજાબમાં ટ્રેને લોકોને કચડ્યા તો ગુજરાતમાં સિહોને! જુઓ VIDEO

138 lions died in last two years in Gujarat Goverment Report in Gujarat Assembly Sinh na mrutyuaank ma thayo vadharo

ફરી એક વખત સિંહો માટે ટ્રેન જીવલેણ સાબિત થઈ. 1 સિંહણ અને તેના દોઢ વર્ષના 2 બચ્ચાઓ પૂરપાટ ઝડપે દોડતી ટ્રેનની અડફેટે આવી મોતને ભેટ્યા!

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે 3 સિંહના મોત નિપજ્યાં. સાવરકુંડલાના બોરાલા ફાટક નજીક આ ઘટના બની. સાવરકુંડલાના બોરાલા નજીક જે ટ્રેક પર 3 સિંહ કપાયા ત્યાંથી થોડેક દૂર જ 6 સિંહોએ મારણ કર્યું હતું. ત્યારબાદ વાડીમાંથી ચાલીને 6 સિંહ એકસાથેરેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યાં હતા. જે પૈકી એક સિંહણ અને દોઢ વર્ષના બે બચ્ચા પૂરપાટ ઝડપે દોડતી ટ્રેનની અડફેટે આવતા કપાઈ ગયા.

જુઓ વીડિયો: 

Amreli: Goods train run over 3 lions near Borala crossing in Savarkundla- Tv9

#Amreli: Goods train run over 3 lions near Borala crossing in Savarkundla#Gujarat #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, १७ डिसेंबर, २०१८

 

READ  સુરત: 12 વર્ષની વિદ્યાર્થીનીએ શિક્ષકના માર મારવાના ડરથી આપઘાત કર્યો

આ દુર્ઘટના ગત મોડીરાત્રે બની હોવા છતાં રેલવે વિભાગના કોઈ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા જ નથી. વન વિભાગના કર્મચારીઓ રાતથી જ સ્થળ પર હાજર છે અને અન્ય સિંહ ટ્રેક પર ન આવે તે માટે તેમને દૂર ખસેડી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં ટ્રેનની અડફેટે સિંહના મોતની ઘટના વારંવાર બને છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેનની અડફેટે 12 સિંહના મોત નિપજ્યા છે.

જુઓ વીડિયો: 

પીપાવાવ બંદરે જતી ગુડ્સ ટ્રેનની સ્પીડ 40 કિલોમીટર રાખવાની માગ છે. પરંતુ રેલવે 110થી 120ની ફૂલ સ્પીડમાં દોડાવવામાં આવે છે. એકસાથે 3 સિંહના મોતથી જીવદયા પ્રેમીઓમાં શોકની સાથે તંત્ર સામે આક્રોશ છે. વારંવાર રજૂઆત છતા ટ્રેનની સ્પીડ ઘટાડવામાં આવતી નથી.

આ પણ વાંચો: વાહ! શું ગર્લફ્રેન્ડ છે! બૉયફ્રેન્ડ માટે કરી 85 લાખની ચોરી પણ કેમ, ક્યારે અને ક્યાં? જુઓ VIDEO

READ  VIDEO: 73મા સ્વતંત્રપર્વ નિમિત્તે સરકારની ખેડૂતોને ભેટ, ખાતરના ભાવમાં કર્યો આટલો ઘટાડો

સાવરકુંડલા આસપાસ વાડનું યોગ્ય ફેન્સિંગ પણ કરાયું નથી તે પણ એક મોટી બેદરકારી છે. જો વહીવટી તંત્ર નાની વાતનું ધ્યાન રાખે તો સિંહના મોત નિવારી શકાય તેમ છે.

આ અગાઉ પણ રેલવેની અડફેટે આવી જવાથી સિંહોના મોત થયા હોવાની ઘટનાઓ સામે આવી છે. એ આંકડાઓ જોઈએ…

2014 ડિસેમ્બરમાં રાજુલામાં 3 સિંહોના મોત

2015 ડિસેમ્બરમાં રાજુલામાં 4 સિંહોના મોત

2016માં બાઢડા ખાતે 1 સિંહનું મોત

2017માં અમૃતવેલ ફાટક પાસે 1 સિંહનું મોત

2018માં બોરાળા ફાટક પાસે 3 સિંહોના મોત

જુઓ વીડિયો:

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

તંત્રની આટલી બેદરકારી

પીપાવાવ ટ્રેનની સ્પીડ 40 કિલોમીટર રાખવાની માગ છતાં પણ ધ્યાને નથી લેવાઈ

110-120ની ફૂલ સ્પીડમાં દોડાવવામાં આવે છે ટ્રેન

રાજુલા આસપાસના વિસ્તારમાં વાડનું યોગ્ય ફેન્સિંગ નથી

સાવરકુંડલા આસપાસ વાડનું ફેન્સિંગ કરાયું જ નથી

READ  મેઘરાજાના આગમન માટે રાજકોટ માર્કેટયાર્ડ ખાતે 'વરૂણ યજ્ઞ'નું આયોજન, જુઓ VIDEO

સાવજના અકુદરતી મોત કેમ?

પાક બચાવવા માટે ખેતરને ફરતે ઈલેક્ટ્રિક વાડ
કૂવામાં પડતા થાય છે મોત
ટ્રેનની અડફેટમાં આવવાથી મોત
ભૂખમરા કે શિકાર ન મળવાથી થતા મોત
શિકારને કારણે થતા મોત

[yop_poll id=266]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Special coronavirus hospital has been set up in New Civil hospital, Ahmedabad

FB Comments