ભારતમાં તાજ હુમલાની માફક પાકિસ્તાનના ગ્વાદરમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં 3 આતંકી દ્વારા ફાયરિંગ શરૂ, જાણો ચીન કોરીડોર સાથે શું છે સંબંધ

પોતાના કામ માટે વિદેશ પ્રતિનિધિઓ ઘણીવાર આ હોટલમાં આવે છે. તો મહત્વની વાત છે કે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ગવાદરએ પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર છે.

પાકિસ્તાનના ગવાદરની ફાઈવ સ્ટાર હોટલમાં આતંકી હુમલો થયો છે. માહિતી પ્રમાણે 3 જેટલા આતંકીઓ હથિયારો સાથે હોટલમાં ફાયરિંગ કરી રહ્યા છે. હુમલાની જાણ સાથે પાકિસ્તાન પોલીસ અને સેનાના જવાનો સ્થાન પર પહોંચી ગયા છે. હોટલની પાસે દરિયાય પટ્ટી પણ છે. સ્થાનિક પોલીસે હોટલને બહારથી પોતાના કબજામાં તો લઈ લીધી છે પરંતુ હોટલની અંદર સતત ફાયરિંગ થઈ રહી છે. હોટલમાં કેટલા લોકો હશે તેનો અત્યાર સુધી કોઈ અંદાજો નથી લાગ્યો પરંતુ મોટી સંખ્યામાં લોકો હાજર છે. પોતાના કામ માટે વિદેશ પ્રતિનિધિઓ ઘણીવાર આ હોટલમાં આવે છે. તો મહત્વની વાત છે કે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ગવાદરએ પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર છે. બીજી મહત્વની વાત છે કે ગવાદર એ પાકિસ્તાનની દરિયાય પટ્ટી પર આવેલી જગ્યા છે. તો તાજ હુમલાને યાદ કરશો તો મુંબઈ પણ દરિયાય પટ્ટી પર આવેલુ શહેર છે.

READ  પાકિસ્તાનના પૂર્વ ધારાસભ્ય પોતાનો જીવ બચાવીને પહોંચ્યા ભારત, માંગ્યો રાજકીય આશ્રય

આ પણ વાંચોઃ લોન ગ્રાહકો માટે આનંદોઃ SBIએ વ્યાજદરમાં ઘટાડો કરતાની સાથે EMIમાં તમને થશે આટલો ફાયદો, 10 એપ્રીલ પછી અત્યાર સુધીમાં વ્યાજદરમાં જાણો કુલ ઘટાડો

 

તો આતંકીઓની સંખ્યા કેટલી છે તે પણ ચોક્કસ માહિતી નથી. મહત્વનું છે કે ભારતમાં પણ તાજ હોટલમાં આ રીતે આતંકીઓએ ઘૂસણખોરી સાથે ફાયરિંગ કરી હતી. ત્યારે પાકિસ્તાનની પણ ફાઈવસ્ટાર હોટલમાં આવી જ ઘટના સર્જાઈ છે.

READ  બોલિવૂડમાં પાકિસ્તાની કલાકારો પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ
Oops, something went wrong.
FB Comments