કોંગ્રેસને માત્ર એ 3000 ફોન કૉલ્સે અપાવી જીત! જાણો કોણે કોને અને કેમ કર્યાં હતા એ કૉલ્સ?

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી વખતે કોંગ્રેસ વૉર રૂમના માહોલ વિશે જાણો કોંગ્રેસના જ એક સીનિયર નેતાએ શું કહ્યું!

“30 વકીલોની ટીમ અને મોટી સંખ્યામાં ફોન કૉલ્સ આખી રાત ચાલતા રહ્યાં!”

 

હાલમાં જ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે રાહત અને ખુશીના સમાચાર લઈને આવ્યા. ભાજપના મજબૂત ગઢમનાતા રાજ્યો પણ કોંગ્રેસને મળ્યા. જોકે, છત્તીસગઢ સિવાય, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની જીત એટલી સરળ નહોતી રહી.

આ પણ વાંચો: જેણે ઘરેથી ભાગીને કર્યા હતા લગ્ન.. તે આજે છે આ રાજ્યના Dy.CM, જાણો ‘અજબ’ મંત્રીની ‘ગજબ’ પ્રેમ કહાની

મધ્યપ્રદેશમાં તો રસાકસીનો જંગ જોવા મળ્યો. એક એક સીટ માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થતી રહી. આખરે 115 સીટ્સ સાથે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં આગળ તો રહી પરંતુ આખી રાત કોંગ્રેસના ઘણાં વરિષ્ઠ નેતાઓ જાગરણ કરીને ફોન પર ફોન કરતા રહ્યાં.

મધ્યપ્રદેશમાં મતની ગણતરી મોડી રાત સુધી ચાલી. એ સમય દરમિયાન, કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા નેતાઓ ખુદ રાતભર જાગીને મતગણતરી પર નજર રાખતા રહ્યાં. કહેવાઈ રહ્યું છે કે, આ દરમિયાન, કોંગ્રેસી નેતાઓ, ઉમેદવારો, એજન્ટ્સ અને ચૂંટણી અધિકારીઓ બધાની વચ્ચે 7 કલાકના સમયમાં જ 3000થી વધુ ફોન કૉલ્સ થયા.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

3000 ફોન કૉલ્સ, આખી રાત સીનિયર નેતાઓનું જાગરણ, આવો હતો જીત પહેલા કોંગ્રેસ વૉર રૂમનો માહોલ!

જોકે કોંગ્રેસના નેતાઓની મહેનતનું ફળ તો મળ્યું અને વધુ સીટ્સ જીતીને કોંગ્રેસે સરકાર બનાવવાની દાવેદારી નોંધાવી. પરંતુ મતગણતરી વખતે એક સમય તો એવો પણ આવ્યો હતો કે જ્યારે વારંવાર ઈવીએમમાં ગરબડી, બીજી વખત મતગણતરી, પોસ્ટલ બેલેટની નવી સિસ્ટમને લઈને ઉભા થયેલા કન્ફ્યૂઝનના કારણે એટલે સમય લાગ્યો કે કોંગ્રેસ નેતાઓને લાગ્યું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ સીટ્સ મળતી રોકવાના કારણે આ બધુ કરાઈ રહ્યું છે. તો સામે ચૂંટણી આયોગે કહ્યું કે ઘણી સીટ્સ પર ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થતી રહી જેના કારણે મતગણતરીમાં સમય લાગ્યો.

મતગણતરી દરમિયાન કોંગ્રેસ પાર્ટી એટલી એલર્ટ હતી કે કોંગ્રેસ નેતાઓની એક ટીમ દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર કેમ્પ કરી રહી હતી.

115 સીટ્સ સાથે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં મોટી પાર્ટી તરીકે ઉભરી તો આવી પરંતુ હજી પણ પાર્ટી બહુમત નહોતી મેળવી શકી. ત્યારે જ બસપાએ કોંગ્રેસને સમર્થન આપવાનું એલાન કરી દીધું અને રાજ્યમાં કોંગ્રેસ સત્તા પર આવશે તે વાત પર મહોર મારી દેવાઈ. બુધવારે સવારે 10 વાગ્યે માયાવતીએ કોંગ્રેસને સમર્થન આપવાનું એલાન કર્યું અને ત્યારબાદ 11 વાગ્યે શિવરાજસિંહ ચૌહાણે મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી.

Did you like this story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat Congress organises exhibition on the subject 'Congress' contribution in 60 years' - Tv9

FB Comments

Hits: 6365

Comments are closed, but trackbacks and pingbacks are open.