ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 361 કેસ, 503 દર્દીને અપાઈ રજા, જાણો જિલ્લાવાર વિગત

361 COVID19 postive cases have been reported in Gujarat in last 24 hours

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 361 કેસ નોંધાયા છે.  આજે રાહતના સમાચાર એ છે કે કુલ 503 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 29 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 23 લોકોએ જીવ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર વધીને 48.13 ટકા થઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત શહેરમાં ગાડી ચોર ગેંગનો આતંક, 5 દિવસમાં 4 મોંઘી ગાડીઓની કરી ઉઠાંતરી

Questions raised over Gujarat's Corona testing policy

આ પણ વાંચો :   તબલીગી જમાત કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી, જાણો કેટલાં લોકો સામે દાખલ કરી ચાર્જશીટ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં કોરોના વાઈરસને લઈને રાહત સમાચાર એ છે કે ભરુચ, ભાવનગર, છોટા ઉદેપુર અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લાં 6 દિવસથી એકપણ કોરોના વાઈરસનો કેસ નોંધાયો નથી.  રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં 251 નવા કેસ, સુરતમાં 36 કેસ, વડોદરામાં 31 કેસ, સાબરકાંઠામાં નવા 08 કેસ, ગાંધીનગરમાં નવા 07 કેસ, મહીસાગર અને વલસાડમાં 03-03 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ નોંંધાયા છે. જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી, પાટણ અને રાજકોટમાં કોરોના વાઈરસના 01-01 કેસ કેસ નોંધાયા છે.

READ  મહાશિવરાત્રી: સોમનાથ મંદિર ખાતે લોકરંગ કાર્યક્રમનું આયોજન, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6777 થઈ 

ગુજરાતમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ અત્યારસુધીમાં 7137 દર્દીઓને રજા આપવામાં આવી છે. જો કે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યાનો આંક પણ 6777 સુધી પહોંચ્યો છે.  રાજ્યમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના લીધે 915 લોકોના મરણ થયા છે. કુલ ટેસ્ટની સંખ્યાની વાત કરીએ તો રાજ્યમાં કોરોના વાઈરસના 1,89,313 કરવામાં આવ્યા છે.

READ  VIDEO: ઓક્ટોબરમાં વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે, રાજકોટમાં એઈમ્સનું ખાતમૂહુર્ત કરશે

 

Oops, something went wrong.

 

FB Comments