અમેરિકામાં ચીની MOBILE APP ટિકટૉકને 13 વર્ષથી ઓછા વયના બાળકોનું DATA એકત્ર કરવું મોંઘુ પડ્યું, 40 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો

સમગ્ર વિશ્વમાં લોકપ્રિય ચીનની વીડિયો શૅરિંગ એપ ટિકટૉક પર અમેરિકામાં 57 લાખ ડૉલર (લગભગ 40 કરોડ રૂપિયા)નો રેકૉર્ડ દંડ ફટકારાયો છે.

 

ટિકટૉક દંડની આ રકમ ભરવા સંમત થઈ ગઈ છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ ટિકટૉકને આ દંડ ફટકાર્યો છે. કંપની એફટીસી સાથે થયેલી સમજૂતી હેઠળ દંડ ઉપરાંત 13 વર્ષથી ઓછી વયના બાળકોના તમામ વીડિયો ડિલીટચ કરવા પણ સંમત થઈ ગઈ છે.

એફટીસીએ જણાવ્યું કે ટિકટૉક એપે ગેરકાયદેસર રીતે 13 વર્ષથી ઓછી વયના બાળકો સાથે સંબંધિત ડેટા એકત્ર કર્યો છે. એફટીસીએ જણાવ્યું કે ચાઇલ્ડ પ્રાઇવૅસીના કેસમાં આ રેકૉર્ડ દંડ છે. અમેરિકા તરફથી આ દંડ વીડિયો શૅરિંગ એપ મ્યુઝિક.એલવાય પર લગાવવામાં આવ્યો છે કે જેનું ઑગસ્ટ 2018માં ટિકટૉકમાં વિય થઈ ગયું હતું. કંપની સામે 13 વર્ષથી ઓછી વયના બાળકો સાથે જોડાયેલી વ્યક્તિગત માહિતી જેમ કે નામ, ઈ-મેલ એડ્રેસ અને લોકેશન વગેરે એકઠી કરવાનો આરોપ હતો.

એફટીસીએ કહ્યું કે તપાસમાં જણાવાયું કે વાલીઓની ફરિયાદો છતા કંપનીએ બાળકોનું ડેટા ડિટીલ ન કર્યું. નોંધનીય છે કે ટિકટૉક 75 અબજ ડૉલરના સ્ટાર્ટઅપ બાઇટડાન્સ સાથે જોડાયેલું છે. આખી દુનિયામાં તેના અનેક કરોડ યૂઝર્સ છે. હાલના સમયમાં ટિકટૉકે ચીનની અન્ય ડોમેસ્ટિક સોશિયલ મીડિયા કંપનીઓની સરખામણીમાં ઝડપથી ચીનની બહાર અન્ય દેશોમાં પણ પોતાનો કારોબારો વધાર્યો છે.

[yop_poll id=1888]

Ahmedabad: 2 youths burnt to death as bike catches fire on Bavla-Dholka road- Tv9

FB Comments

TV9 Web Desk7

Read Previous

માતા-પિતા પણ વાઘા બૉર્ડર પર પોતાના સપૂતના ‘અભિનંદન’, જુઓ દિલ્હીમાં અભિનંદનના માતા-પિતાનું કેવું જોરદાર સ્વાગત થયું : VIDEO

Read Next

કાશ્મીરના હંદવાડામાં સલામતી દળોએ આખી રાત ચાલેલા ઑપરેશનમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા, જુઓ દિલધડક એનકાઉન્ટરનો VIDEO

WhatsApp chat